________________
પ્રવચન ૨૦૪ મું
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય સુધીમાં નિગદ ન માની, પણ વનસ્પતિકાયમાં માની. અહીં યુક્તિ કામ લાગે નહિ. પાણી પરિણામાન્તર પામે. પાણીનાં પુદ્ગલોએ લાકડું બનાવ્યું, પણ પાણી સ્વતંત્ર લાંબી મુદત ન ટકે. પરિણામાન્તર થાય તે તે ટકે. આમ યુક્તિ લગાડતાં પૃથ્વીકાયમાં વધે આવે. કેમકે પૃથ્વી સ્વાભાવિક લાંબી મુદત ટકનારી છે. ભવ્ય અભવ્ય જેના ભેદો આજ્ઞાએ સિદ્ધ છે, એમ સમજાવાય. બધું આજ્ઞાસિદ્ધ પણ નથી. જે પદાર્થો હેતુ તથા દષ્ટાંતથી સાબિત થાય તે તે રીતિએ સમજાવવા.
સાત નરકપૃથ્વીનાં નામે રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા, વગેરે છે. તે નામે પૃથ્વીના પુદ્ગલેને અનુલક્ષીને છે. તેને અંગે આગળનું વર્ણન અ વર્તમાન.
પ્રવચન ૨૦૪ મું સંમૂચ્છિ તથા ગભ જ ક્યાં કયાં છે?
પુણ્યાઈ વધે તેમ આગળ વધાય. શાસનની સ્થાપના પ્રસંગે, શ્રી ગણધર મહારાજાએ, ભવ્યાત્માઓના ભદ્રાથે, શાસન પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે જે દ્વાદશાંગી રચી, તેમાંના પાંચમા અંગના અષ્ટમ શતકના પહેલા ઉદ્દેશાને અધિકારી ચાલુ છે. તેમાં પુલ પરિણામને વિષય ચાલુ છે. પ્રગપરિણામે પરિણુત થયેલા ભેદોને અંગે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યત મુખ્યતયા પાંચ પ્રકાર જણાવ્યા. એકેન્દ્રિય જાતિમાં પણ પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારની વિચારણા કરવામાં આવી. વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચૌરિન્દ્રિય તે સંબંધી કહેવાયું. એકેન્દ્રિયમાં જેમ સૂક્ષ્મ તથા બાદર બે ભેદ છે, તે ભેદ વિકલેન્દ્રિયમાં કેમ નહિ? જીવ બેઈનિદ્રયમાં આવે કયારે! એ પ્રશ્ન જ પ્રથમ પ્રશ્નનો ઉત્તર છે પુણ્યની અધિકતા થાય, ત્યારે જ બાદર એકેન્દ્રિયમાંથી જીવ બેઈન્દ્રિયમાં આવી શકે. એકેન્દ્રિયમાં સ્પર્શમાત્રનું જ જ્ઞાન હતું. હવે બેઈન્દ્રિયમાં સ્પર્શ તથા રસનું એમ બે ઈન્દ્રિયનું જ્ઞાન થયું. એટલી આત્મશુદ્ધિ અધિક થઈ. અનંતગુણ ક્ષયે પશમને અંગે જ