________________
અપૂર્વ અવસર થવાનો પ્રયત્ન કરીએ.’ વિચરશું કવ મહપુરુષને પંથ જો?” અમે આ શ્રમણો, જિનો, તીર્થંકરો, ગણધરો, કેવળીઓ આ બધાના પંથે કયારે જઈએ? એટલે જ જૈનધર્મમાં નમસ્કાર મંત્રનો પ્રારંભ ક્યાંથી થાય છે? અરિહંત પરમાત્માથી પ્રારંભ થાય અને “નમો લોએ સવ્વસાહૂણં.” સાધુ પદ પછી કોઈને નમસ્કાર નથી. અને સાધુ તો એ જ કે જેણે સર્વસંગ પરિત્યાગ ર્યો છે, જડ અને ચૈતન્યનું જેને ભાન થયું છે, જેને આત્મબોધ પ્રાપ્ત થયો છે તે આ પાંચ પદ નિગ્રંથપદ છે. આ ‘અપૂર્વ અવસર’ની જે માગણી છે તે નિગ્રંથપદની ભાવના છે. નિગ્રંથ થવાની વાત છે. એટલે હવે બીજી ગાથાની અંદર કહે છે
‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂચ્છ નવ જોય જો.’
અપૂર્વ - ૨ આવી નિગ્રંથપદની ભાવના ભાવતાં ભાવતાં ભગવાન એ દશાના લક્ષણો ઓળખાવે છે. બધા મુમુક્ષો વિચારે કે આપણે પણ નિગ્રંથ થઈએ. પણ કેવી રીતે થવાય? બીજી ગાથામાં ભગવાન એનો ક્રમ-માર્ગ બતાવે છે ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.” નિગ્રંથ થવું હોય તો ‘સર્વ ભાવ.” જડ અને ચેતન કોઈપણ અવસ્થાને જૈન દર્શનમાં ‘ભાવ' કહેવામાં આવે છે. ‘જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ’ બીજી ભાષામાં એને પર્યાય કહેવાય છે. જડની પર્યાય જડ ચેતનની પર્યાય ચેતન. તો એક દ્રવ્યનું સમયે સમયે પરિવર્તન થાય, એ સમય લક્ષી જે એની અવસ્થા છે તે “ભાવ” છે. આ પરભાવમાં વૃત્તિ ન જવી જોઈએ. પરભાવ એટલે પુદ્ગલ પદાર્થ જે ભાવે હોય તે પણ મને માન્ય નથી. આ પદાર્થ દુર્ગધી હોય કે સુગંધી, પાત્ર ઠીકરાનું હોય કે સુવર્ણનું પણ મને માન્ય નથી. ભૂલ ન થવી જોઈએ. ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.’ આ આખું જગત જડ અને ચેતન પદાર્થોથી સચરાચર વિલસી રહ્યું છે. એમાં એની કોઈપણ અવસ્થા મને માન્ય નથી. આ ચેતનમાં કોઈપણ આત્મા જો પુત્રરૂપે હોય, અને પ્રેમ હોય તો જ્ઞાનીએ
અપૂર્વ અવસર એને મોહ કહ્યો છે. એ જ આત્મા દુશ્મન કે પાડોશી રૂપે હોય તો? બરાબર વિચારણા કરજો. જ્ઞાનીના બોધને બરાબર સમજીએ. આ વિતરાગ વિજ્ઞાન છે. ચેતનમાં પણ જો ચેતન પ્રત્યે ભાવ હોય તો, અમારે સર્વ જગતના જીવો સાથે મૈત્રી છે. મહાવીરની મૈત્રીને ઓળખવી છે. મહાવીર મૈત્રી કહે ત્યારે ગૌતમ હોય કે ગોશાળો હોય. બન્ને પ્રત્યે સમાન મૈત્રીનો ભાવ છે. કમઠ હોય તો પણ ભલે અને ધરણેન્દ્ર હોય તો પણ ભલે. આ તીર્થકરની મૈત્રી છે. જગતના સર્વજીવની સાથે મૈત્રી. એ જીવનો ભાવ કેવો છે કે એ જીવ કઈ અવસ્થામાં છે એની સાથે મલતબ નથી. એ જ અહિંસક બની રહે. આ માણસોની મૈત્રી અને જનાવરોની કતલ કે જંતુઓનો નાશ કરી નાખવાની વાત નથી. આ જગતમાં ચાલે છે તે વાત નથી. આ ભગવાન મહાવીરની અહિંસા છે. ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.’ કારણ કે અન્ય સર્વ પદાર્થ, વસ્તુ, સંયોગ, સંબંધ, કારણ બધા સંસાર વર્ધક છે. એક જ આત્મા તરફ પણ જો જુદા જુદા ભાવથી જોવાય તો તે સ્વરૂપ સંસાર વર્ધક બની જાય. એક જ આત્માનું સ્વરૂપ તેના તરફ પત્ની સ્વરૂપે જોવાતું હોય તો તે ભાવ સંસાર વર્ધક છે કે મોક્ષ વર્ધક છે? તો એ સંબંધ જે સંસાર વર્ધક હોય તે નહીં જોઈએ. એ ભાવ નહીં જોઈએ. આ ભાવની વાતને પરમ કૃપાળુદેવે એક પત્રમાં બહુ સરસ રીતે મુકી છે. પત્રાંક-૪૧૯માં સૂક્ષ્મતાથી આ વાતને મુકી છે. ખંભાતના મુમુક્ષને એના પત્રના જવાબમાં લખ્યું છે કે, ‘તમારો બન્ને દંપતીનો પ્રેમ એક ગુરુના શિષ્ય છીએ એવો હોવો જોઈએ.” દામ્પત્ય ભાવનો પ્રેમ નહીં. એમાં પણ જો, ધર્મની આરાધનામાં “અમે બે માણસ સાથે જ કરીએ છીએ.” એમ થતું હોય તો એ મોહગ્રસ્ત અવસ્થા છે. એમણે ત્યાં કહ્યું છે કે એક ધર્મના સાધર્મિક ભાઈબહેન જેવો ભાવ હશે તો જ ત્યાં ધર્મની આરાધના કરશો તે ફળશે. એના પ્રત્યે અભેદ બુદ્ધિ તમને આવવી જોઈએ. ધર્મની આરાધના કરતા પણ પતિ અને પત્નીનો ભાવ જો ત્યા આવ્યો તો ત્યાં વિભાવદશા આવી ગઈ સમજવી. અહીં કહે છે “સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.” સંસારવર્ધક કારણોથી ઉદાસીનતા, તે પ્રત્યે ઉપેક્ષા. વિષય કષાયની મંદતાથી માંડીને એના સંપૂર્ણ ક્ષય સુધીની ત્રણ અવસ્થામાં કૃપાળુદેવે કહ્યું છે, વૈરાગ્ય, ઉદાસીનતા અને વિતરાગતા. ધર્મનો પ્રારંભ વૈરાગ્યથી થાય છે.
૧૭
૧૬