SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર પામ્યા યોગ જો.’ ‘બળતું ઘર કૃષ્ણાર્પણ.’ હવે તો અમારે આ ખોખામાં અમથું પણ કાંઈ જોઈતું નથી. અહાહા! અદ્ભુત વાત છે. એ જ ભગવાન મહાવીર દુઈજન તાપસને કહે કે ‘જે અમુલખ આત્મા આ કાયારૂપી ઝૂંપડીમાં રહે છે એ કાયારૂપી ઝૂંપડીનું પણ અમે રક્ષણ નથી કર્યું. તો ઘાસફૂસની ઝૂંપડીનું રક્ષણ અમે કરીશું ? ના. નહીં બને.’ સિદ્ધાલય. લોકાંતે. જ્યાં સુધી ધર્માસ્તિકયાય અને અધર્માસ્તિકાય છે ત્યાં સુધી ગતિ ચાલુ રહે છે. ધર્માસ્તિકાય ગતિમાં મદદરૂપ બને છે. પ્રત્યેક પદાર્થ ગતિશીલ છે. પણ જડની અધોગિત છે. ચેતનની ઉર્ધ્વગતિ છે અને એ ગતિ ત્યાં સિદ્ધાલયમાં અટકે છે. લોકાંતે. ચૌદ રાજલોકના છેડે સિદ્ધશીલા આવેલી છે. ત્યાં સિદ્ધાલયમાં જઈને અટકે છે. એ આત્માના સ્વરૂપનો સ્વદેશ છે. આખો દેશ એ એનું ઘર છે. અને ત્યાં એની સ્થિતિ કેવી છે? જ્ઞાનીઓ કહે છે, ‘સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો.’ સુસ્થિત Wellset. આ જીવ અનાદિ અનંતના પરિભ્રમણમાં અપસેટ હતો અને સિદ્ધાલયમાં ગયો એટલે વેલસેટ થયો. હવે અમારે ક્યાંય જાવાનું નથી. અને અહીંથી કોઈ જાકારો દે એમ નથી. હવે અમે અમારા પોતાના ઘરમાં બેઠા છીએ. ‘સ્વ’ સુસ્થિત Wellset. ‘સ્થિત’ સાથે ‘સુ’ શબ્દ લગાવ્યો. કૃપાળુદેવે ક્યાંક ક્યાંક એક અક્ષર મૂકીને વાક્યના અર્થ પલટાવી નાખ્યા છે. એમના સાહિત્યના જે અભ્યાસુ છે તેઓએ એની ખૂબ મીમાંસા કરી છે. આમનું ભાષાજ્ઞાન કેવું! ઉમાશંકર જોશી કહે છે, “માથું ઝૂકી જાય છે આમની પાસે. ગુજરાતી ભાષામાં એમણે કેટલાય નવા શબ્દોનું સર્જન કર્યું છે- વચનામૃતમાં.’ અને છતાંય એમણે કોઈ દિવસ કીધું નથી કે હું સાહિત્યનો સ્વામી છું. આ તો જે સાહિત્યકાર વાંચે અને એને ભાન થાય કે આ શબ્દ તો ગુજરાતી ભાષામાં ન હતો. આ તો ‘વચનામૃત’માંથી આવ્યો છે. એવો આ શબ્દ ‘સુસ્થિત’ છે. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” અનંત સમાધિ. કેવી? જે સમાધિનો અંત ન આવે એવી. સહજ-સમાધિ તે અનંત સમાધિ છે. છદ્મસ્થની સમાધિનો વધુમાં વધુ કાળ જ્ઞાનીઓએ અંતર્મુહૂર્તનો કહ્યો છે. આપણી સામાયિક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, પુણિયા શ્રાવકની સામાયિક જેવી હોય તો કેટલો કાળ ટકે? અંતર્મુહૂર્ત. છદ્મસ્થની સમાધિ અંતર્મુહૂર્ત અને સર્વજ્ઞની સમાધિ ‘અનંત’. સદા સર્વદા. ૧૩૦ અપૂર્વ અવસર આવી ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં.’ એ સમાધિનું સુખ અનંત છે. અવ્યાબાધ છે. અવરોધ પામતું નથી. અને એનો અંત પણ આવતો નથી. ‘અનંતદર્શન, જ્ઞાન અનંત સહિત જો.’ અને એમાં જે જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનસ્વભાવી આત્મા છે, એમાં અનંતજ્ઞાન અને અનંતદર્શન છે - એ જે ચૈતન્યમય ઉપયોગ માં જ્ઞાન અને દર્શનનો ગુણ છે એવો અનંત ગુણાત્મક સ્વરૂપે એની સ્થિતિ બતાવી છે. કે તે સિદ્ધ પરમાત્મા અનંતજ્ઞાન અને અનંત દર્શન યુક્ત છે. આ એનું પૂર્વનું આરાધકપણું. જેના માટે શાસ્ત્રકારોએ ઉદાહરણ આપ્યાં છે. ‘પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી’ - પૂર્વ પ્રયોગ એટલે કુંભાર પોતાનો ચાકડો ચલાવે અને પછી ડાંડો લઈ લે તો પણ એ ચાક અને એ માટીનો પીંડો ફરે અને એમાંથી એ વાસણ બનાવે તો ડાંડો લઈ લીધા પછી ગતિ આપનાર કોણ છે? તો કહે કે પૂર્વે જે ગતિ આપવામાં આવી હતી તે ચાલુ રહે છે એના આધાર ઉપર એ પોતાના પાત્રનું સર્જન કરે છે આ પૂર્વપ્રયોગ. બીજો પ્રયોગ કહે છે કે એરંડાનું બીજ છે, એ એરંડો સુકાય એટલે ફાટે, ફાટે એટલે એનું બીજ ઉર્ધ્વગતિએ ઉપર ઊડે. ત્રીજું અગ્નિશીખા કીધી છે. અગ્નિ જ્યારે જલતી હોય ત્યારે એની અંદરના અમુક વાયુના પરમાણુ છે તે મલીનતાથી શુદ્ધ થાય. અગ્નિનું કામ શુદ્ધિનું છે. અને શુદ્ધ થતાં-જે અશુદ્ધ વાયુ છે તે શુદ્ધ થાય અને પછી તે વાયુની ઉર્ધ્વગતિ થાય. કારણ કે તે હલકો થયો, શુદ્ધ થયો છે. એવી રીતે તુંબડીનું એક દૃષ્ટાંત છે. તુંબડી પાણીમાં તરે પણ માટીનો લેપ લગાવ્યો હોય તો ડૂબે. માટીનો લેપ લગાવેલી તુંબડી પાણીમાં નાખીએ તો તળાવના તળિયે જઈને બેસે. પછી જેમ જેમ પાણીના પ્રવાહથી લેપ ધોવાતો જાય, ખસતો જાય તેમ તેમ તુંબડી ઉપર આવતી જાય. એમ કર્મના લેપથી લેપાયેલો આત્મા જેમ જેમ જ્ઞાન, ધ્યાન અને તપની સાધના કરે તેમ તેમ એના કર્મો ખસતા જાય અને બધાં કર્મો ખસી જતાં, આત્મા શુદ્ધ થતાં એનું ઉચ્છ્વકરણ થાય. જ્ઞાનીઓ કહે છે પૂર્વનું આરાધકપણું એ પણ પૂર્વપ્રયોગનું એક બળ છે. ભવાંતરનાં શ્રુતિ સંસ્કાર એ પણ એનું પૂર્વ કર્મનું બળ છે. આ જન્મની અંદર નહીં. પણ સિંહના અવતારમાં પણ જીવ સમતાનો યોગ આરાધી શકે. એ પૂર્વના શ્રુતિ સંસ્કારો છે. એટલે તિર્યંચની અવસ્થામાં પણ આ જીવાત્મામાં સત્પુરુષના બોધના સંસ્કારો જો સુગ્રથિત થયા હશે, તો જીવ ૧૭૧
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy