SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર તો કહે છે ચૈતન્યમૂર્તિ છે એ નિગ્રંથ અવસ્થામાં છે ત્યારે પ્રથમ મૂર્તિ છે. ‘શાંત સુધારસ ઝીલતી રે, ઉપમા ન ઘટે હોય.’ આનંદઘનજી મહારાજે આ જિનેશ્વરની પ્રતિમાનું વર્ણન કર્યું છે. એ કહે છે સાતમાં ગુણસ્થાનકે બિરાજતાં, અપ્રમત્ત સ્વભાવ જેણે પ્રગટ કર્યો છે એવી નિગ્રંથની જે અવસ્થા છે એ અવસ્થાની જિનપ્રતિમાઓ હોય છે. જિન-પ્રતિમા શાંત સુધારસથી ઝીલતી હોય. એટલે જ આપણે ગુરુવંદનામાં પ્રતિક્રમણમાં કહીએ છીએ , “જેની કાયા પ્રશમ ઝરતી.' આખા શરીરની અંદર શાંત રસના ઝરણાં વહી રહ્યાં છે. આંખમાંથી અમી વરસી રહ્યાં છે. અને મુખમાંથી અમૃત વરસી રહ્યું છે. અરે! એના શરીરનાં રોમેરોમની અંદરથી શાતા, સમતા, સમાધિ, સમભાવ! એ તો એની જ મૂર્તિ છે. જ્ઞાની પુરુષ, ગુરુભગવંત એ તો શાંતતાની જ મૂર્તિ છે. ઉપશમની મૂર્તિ છે. અહીંયા શુદ્ધ આત્મા ચૈતન્યની મૂર્તિ છે. અહોહો! કેવળ ચૈતન્ય! નિતરતું ચૈતન્ય! ઝરતું ચૈતન્ય! અણુએ અણુ, રોમે રોમ, પ્રદેશ પ્રદેશ, આ ચૈતન્યઘન થઈ ગયો છે. ઘન છે એટલે હવે એની અંદર કાંઈ પ્રવેશ થઈ શકે એમ નથી. solid. અને પછી કહે છે શુદ્ધ, નિરંજન, ચૈતન્ય મૂર્તિ, અનન્યમય. અનન્યમય- એટલે આના જેવો હવે બીજો કોઈ નથી. એવો ‘ન અન્ય ઈતિ અનન્ય’ આના જેવો અન્ય કોઈ નહીં. જગતમાં અનંત સંસારી જીવો છે પણ આ જે શુદ્ધ આત્મા છે એની તોલે આવે એવું જગતમાં કોઈ નથી. જગતમાં અનંતા ચૈતન્ય આત્માઓ છે. એમાં આની તોલે આવે એવું કોઈ નથી. આ શુદ્ધ આત્મા તો અજોડ છે. અનન્ય છે. એની કોઈ ઉપમા ન આપી શકાય. અનુપમ છે. અદ્ભુત છે. અગુરુલઘુ- એનો એક પરમાર્થ છે અને એનો એક વ્યવહારાર્થ છે. આત્મા કર્મથી મુક્ત થાય છે. આત્મા કર્મના બંધનથી ગતિને પ્રાપ્ત કરે છે. કર્મના બંધનથી અધોગતિમાં જાય, તીરછી ગતિમાં જાય પણ જ્યારે કર્મનું બંધન હટી જાય ત્યારે જીવ કર્મ રહિત થાય છે. એટલે નથી હળવો કે નથી ભારે, નથી ઊંચો કે નથી નીચો. કર્મ છે એટલે ગોત્ર છે. ઊંચ અને નીચના વિકલ્પ ગોત્ર હોય ત્યાં સંભવે છે કે જ્યાં કર્મ સહિત અવસ્થા છે. પણ જ્યાં કર્મ રહિત અવસ્થા છે ત્યાં જીવ ભારે કે હલકો, ઊંચો કે નીચો એવું કાંઈ હોતું નથી. આ એનું એક વ્યવહારિક ૧૨ અપૂર્વ અવસર પાસું છે. બીજું એનું એક પારમાર્થિક પાસું છે. અગુરુ-લધુ એ આત્માનો એક ગુણ છે. એ ગુણ વિષે પૂ. કાનજીસ્વામીએ કહ્યું છે કે, “આત્મા પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં, સ્વગુણ ઉત્કૃષ્ટપણે પરિણમતો હોવા છતાં પોતાના એકરૂપ સ્વરૂપની મર્યાદા ઓળંગીને અન્ય દ્રવ્યમાં કે બીજા આત્માના પ્રદેશોમાં ફેલાઈ જતો નથી. આ આત્મા જયારે પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરે છે, કર્મ રહિત થાય છે, ચૈતન્યઘન બને છે એનામાં એક એવો ગુણ છે કે એ બીજા આત્મામાં ફેલાઈ જતો નથી. પોતાનું સ્વદ્રવ્ય અને સ્વગુણ એને અકબંધ રીતે જાળવે છે. પોતાના અસ્તિત્વનો ક્યારેય નાશ થવા દેતો નથી. એવો જે ગુણ આત્મામાં છે તેને અગુરુલઘુ કહે છે. It holds the entity of that soul. soul ની entity ક્યારેય કોઈમાં વિલયપણું પામતી નથી. આત્માના અનંત ગુણો છે. એમાનો કોઈપણ ગુણ અને દ્રવ્યપણે અનંત આત્માઓ છે એમાનું કોઈ દ્રવ્ય અન્યપણે ન થાય. એ પણ અગુરુલઘુ ગુણનું કાર્ય છે. એટલે જૈનદર્શન આત્માને સ્વતંત્ર માને છે. એ બદ્ધ અવસ્થામાં પણ સ્વતંત્ર છે અને મુક્ત અવસ્થામાં પણ સ્વતંત્ર છે. પણ જેને જીવ, જગત અને ઈશ્વરની કલ્પનામાં ગડમથલ છે તે એમ વિચારે છે કે આત્માને ઉત્પન્ન પણ કોકે કર્યો અને હવે પાપ કરતાં કરતાં એનું આયુષ્ય પૂરું થાય તો એનું અસ્તિત્વ મટી જાય. કૃપાળુદેવે લખ્યું છે કે “જો આત્માના અસ્તિત્વનો વિલય થવાનો હોય, જો આત્માનો નાશ થવાનો હોય, જો આત્માનું સ્વરૂપ રહેવાનું જ ન હોય અને ટકવાનું જ ન હોય તો મોક્ષ પ્રાપ્ત કરીને કરવું છે શું?' આપણે જ ન રહીએ તો પછી મોક્ષનું શું કામ છે? અનંત સુખ માટે આપણે મોક્ષની વાત કરીએ છીએ. પશ્ચાત દુઃખ નહીં એવા સુખ માટે મોક્ષે જવું છે. જો મારું આયુષ્ય પૂર્ણ થયે હું જ મટી જાઉં તો મારો મોક્ષ થયો કહેવાય? કે મારા અસ્તિત્વનો નાશ થયો કહેવાય? મોક્ષ એટલે તો આત્માનો કર્મથી મોક્ષ થાય. કાંઈ પોતાના અસ્તિત્વથી મોક્ષ નથી. સ્વરૂપથી મોક્ષ કોઈ દિવસ ન હોય. અહીં આ વાતમાં જૈનદર્શન અને ઈત્તરદર્શનમાં ભેદ પડી જાય છે. પહેલા તો જીવને કોઈ ઉત્પન્ન કરતું નથી. ‘કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ. ઋષભ જિનેશ્વર. આનંદઘનજી મહારાજ કહે છે, ઇશ્વર જો આત્માને ઉત્પન્ન કરે અને એની ૧૩
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy