SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર ક્રિયા સંપન્ન છે. તો આત્મા પણ પદાર્થ જ છે. અને જ્યાં સુધી દેહના સંબંધમાં છે ત્યાં સુધી એની અર્થક્રિયા સંપન્નતા પણ છે. એ છે પણ એની આશ્રવરહિત અવસ્થા છે. આશ્રવનું એક પણ કારણ હવે વિદ્યમાન રહેવા દેતા નથી. છેલ્લું કારણ યોગનું છે. એ યોગમાંથી અયોગી થયા એટલે ‘પૂર્ણ અબંધ’ કહ્યું. એટલે આશ્રવ અથવા આશ્રવ બંધના પાંચ કારણોથી વિરહિતપણું અને આશ્રવ ન રહ્યો તો હવે સંવરની પણ કોઈ જરૂર નથી. અને નિર્જરાનો પણ કોઈ અર્થ નથી. માટે હવે છેલ્લે “મોક્ષ’ આવીને ઊભો રહ્યો. આશ્રવ છે ત્યાં સુધી સંવરની ક્રિયા, નિર્જરાની ક્રિયા જરૂરી છે. અને એ ક્રિયા સરખી ન થાય તો બંધ છે અને ક્રિયા સરખી થાય તો મોક્ષ છે. નવ તત્ત્વનો ક્રમ તો ખ્યાલ છે ને? કપાળુદેવે કહ્યું “નવતત્ત્વ પણ ક્રમથી વિચારવા મોક્ષમાળામાં કહ્યું છે આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. સરસ વાત કરી છે.જરા જાગૃતિ હોય તો વાંચનની અંદર સરસ, અદ્ભુત સંદેશા આપે છે. Good indications. ક્યાંય કોઈપણ જાતની જીવને દિશા ભૂલ ન થાય. આપણે વાંચીએ ઘણું છીએ પણ ઉપયોગની જાગૃતિ ન હોવાના કારણે દિશાભ્રમ થાય છે. આપણે ઉપયોગની જાગૃતિ પૂર્વક, લક્ષ પૂર્વક, જ્ઞાનીનાં વચનમાં એકાગ્રતા રાખીને તપના રૂપમાં સ્વાધ્યાય કરવો. વાંચન Megazine કે News-Paper કે Novels ની જેમ નથી કરવાનું. સત્પુરુષના બોધનું વાંચન એ તપ છે. એ ભૂમિકાથી બેસવું કે ૧૦-૧૫ મિનીટનો અવકાશ છે તો સ્વાધ્યાયનું તપ કરું. તપથી નિર્જરા થાય. તપથી કર્મનો ક્ષય થાય. આ કાળમાં સ્વાધ્યાય જેવું બીજું કોઈ ઉત્કૃષ્ટ તપ નથી. પૂરેપૂરી જ્ઞાનીની ભક્તિ, સ્તુતિ કરીને બેસ. અને પંદર મિનીટનો સ્વાધ્યાય કર. એ પંદર મિનીટમાં સંસાર પ્રયોજનમાં એક પણ મિનીટ જવી જોઈએ નહીં. આ જ વચન, એના જ ભાવ. એનો જ આશય, એનો જ પરમાર્થ, એનો જ વિચાર, એનું જ ચિંતન, એનું જ મનન, એનું જ નિદિધ્યાસન અને દિવસભર એની જ અનુપ્રેક્ષા. ‘મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજા કામ કરંત, તેમ કૃતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.' - આઠદૃષ્ટિની સજઝાય. યશોવિજયજી મહારાજ ‘આઠદૃષ્ટિની સજઝાય’માં કહે છે. કે મહિલાનું મન, દિવસભર ગમે તેટલા કામ કરતી હોય તો પણ તેના વહાલાં પતિમાં જ હોય છે ૧૫૮ અપૂર્વ અવસર દામ્પત્ય પ્રેમ અને પતિવ્રતા સ્ત્રીનો પ્રેમ જો ઉત્કૃ૮ પરિસીમામાં પહોંચ્યો હોય તો કામ ગમે તે કરતી હોય અને એનો વહાલો ગમે ત્યાં હોય-પરદેશ હોય તો પણ- એનું મન પતિમાં જ હોય છે. તેમ જ્ઞાની પુરુષ કે સપુરુષનો બોધ મળે અને એ બોધને વરે- ‘પતિ પરમકૃપાળુ મારા રે'- એને જો વરે તો સંસારના ગમે તે કામ કેમ ન કરતો હોય પણ “જ્ઞાનાક્ષેપકવંત’ આ જ્ઞાન પોતામાં ક્ષેપણ કરવું જોઈએ આપણે. સ્વાધ્યાયથી સત્પુરુષના બોધને, પુરુષના વચનને આપણે આપણામાં પ્રક્ષેપ કરવા જોઈએ. કે જેથી કરીને સંસારના બધાં કામ કરતાં કરતાં પણ આનું જ રટણ, આની જ ઝુરણા અંતરંગમાં ચાલુ જ રહે. આ ઝુરણા કેવી રહે? એકવાર કૃષ્ણ પરમાત્માએ રૂકમણિને કહ્યું કે, ‘અર્જુનને જોવા જવું છે. એને તાવ આવ્યો છે. એટલે રાણીઓએ દલીલ તો ન કરી સતી હતી ને- પણ મનમાં એક વિકલ્પ આવ્યો કે, ‘અમે પટરાણીઓ બીમાર હોઈએ તો ભગવાન કોઈ દિવસ ખબર નથી પૂછતાં. પણ અર્જુનને જોવા જાય છે. આ વિકલ્પ ભગવાનનાં ખ્યાલમાં આવી જાય છે. અને બધા અર્જુને જોવા જાય છે. અર્જુન સૂતા છે. એટલે જઈને બાજુમાં બેસે છે. અર્જુનના વાળ ઢળી ગયા છે. એટલે કૃષ્ણ પરમાત્માએ રૂકમણિ અને સત્યભામાને નજીક બોલાવ્યા અને વાળ ઉપાડીને તેમના કાન આગળ રાખ્યા. તો વાળમાંથી ધ્વનિ નીકળે છે. “શ્રીકૃષ્ણ શરણં મમઃ” “શ્રીકૃષ્ણ શરણં મમ:' તબિયત નરમ છે. શરીર રોગ ગ્રસ્ત છે. વ્યાધિ ગ્રસ્ત છે. પણ અદરનો ઝંકાર શું છે? પરિણામની ધારા શું છે? ચૈતન્યની ધારા શું છે? દેહની ધારામાં તાવ છે. અસ્વસ્થતા છે. પણ તે સમયે પણ અર્જુનની અંતરંગની ધારામાં શ્રીકૃષ્ણ શરણં મમ:'નો જાપ છે. એ સાંભળતા પટરાણીઓને સમાધાન થઈ ગયું. એમ જીવનની ગમે તે અવસ્થા હોય અંદરથી મંત્ર ક્યો નીકળે? ‘શરીર બહુ નિર્બળ બને ને, શ્વાસ છેલ્લો સંચરે, વેળા એવી તું આપજે, ના હોય અગવડ કોઈને ! પ્રભુ ! આટલું મને આપજે.' કોઈ મોહના બંધન નહીં. કોઈ દેહાધ્યાસનાં લક્ષણ નહીં. સ્વજનો સામે ઊભા હોય તો પણ પ્રભુ! મારું મન ડગે નહીં, તારામાં જ રહે . તારા સ્વરૂપમાં જ રહે. ભગવાન તું આવીને હાજર રહેજે. મારી છેલ્લી ક્ષણ બગડે નહીં. હું મોહથી વિચલિત ન થાઉં. આ માત્ર છેલ્લી ઘડીએ એમને એમ જ થશે? જે જીવનભર ૧પ૯
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy