SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર સાથે મીક્ષ થઈ ગયું હોય તો ફરી અગ્નિના પ્રયોગથી પાણીના બાષ્પીભવનથી એ બાષ્પમાં રૂપાંતર થાય અને તે જ બાષ્પનું ફરી પાણીમાં રૂપાંતર થાય અને મૂળ એની સાથે ભળેલી અશુદ્ધિ જુદી થઈ શકે છે. એવી જ રીતે સોનાની અંદર જ્યારે મેલ ભરાયો હોય ત્યારે અગ્નિ અને તેજાબના પ્રયોગથી ભઠ્ઠીમાં એને તપાવે અને કથીર અને કંચન એકવાર છૂટું પડે પછી સોનાને અલગ તારવી લે. પછી ભેગું થાય નહીં. સોનાને શોધન કરવાની ભઠ્ઠીમાં, રીફાઈનરીમાં એ જ સોનાને તપાવીને એમાંથી મેલ નીકળતો જાય અને એ શુદ્ધ સોનું થાય એમ. સમુદ્ધાત એ અપૂર્વ ક્રિયા છે. અયોગી સ્વરૂપની ક્રિયા. મન, વચન, કાયાના યોગને છેલ્લી અવસ્થામાં રૂંધે છે. આ ચૌદમું ગુણસ્થાનક સમજવું કેટલું કઠીન છે. કેવળજ્ઞાન થઈ ગયા પછી આ ચૌદમું પગથિયું કેમ મુક્યું? કેમ સીધો મોક્ષ ના મુક્યો? આ અનંતાજ્ઞાનીઓએ જે સિદ્ધાંતના બાંધા બાંધ્યા છે તે ખૂબ જ વિચારીને અને અનુભવથી બાંધ્યા છે. ભગવાન સાક્ષાત્ દેશના આપે સમવસરણમાં એ પણ હજુ તેરમાં ગુણસ્થાનકે છે. એને પણ હજુ ચૌદમું ગુણસ્થાનક બાકી છે. તે સર્વજ્ઞ ભગવંત, અહંત સ્વરૂપ, જિનેશ્વર સ્વરૂપ હોવા છતાં તેરમે ગુણસ્થાનકે છે. અને જૈનદર્શનની પરિભાષા જાણતો હોય તે સમજે કે હજુ ચૌદમું બાકી છે. આયુષ્ય કર્મની સ્થિતિ કરતાં જો બાકીના ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય તો એને પણ સમુદ્ધાત દ્વારા સમ કરશે અને એ જ્ઞાન અને ધ્યાનના અગ્નિરૂપ પ્રખર તાપ, એનો છેલ્લો તિખારો, એની છેલ્લી વાળા, આત્માનો ચિરાગ જયારે પૂર્ણ પણે પ્રગટમાન થાય છે ત્યારે એની આગળ કર્મો બળીને ભસ્મીભૂત થાય છે. આત્માના પ્રદેશ સાથે જોડાયેલા મન, વચન, કાયાના પુદ્ગલ પરમાણુંઓ છૂટાં પડી જાય છે. જગતનો સંગ ત્યાગ કરી શકાય છે. પણ આ અસંગીને હવે અસંગ થવું છે. આપણે જેને સર્વસંગ પરિત્યાગી કહ્યો એવો અસંગ આત્મા, એને તેરમાં ગુણસ્થાનક પછી પણ હજુ અસંગ થવું છે. શેનાથી? મન, વચન, કાયાના પુદ્ગલ વર્ગણાથી. આ વર્ગણા અનાદિકાળથી લાગી છે. જ્યારથી એનું અસ્તિત્વ આવ્યું ત્યારથી લાગી છે. આ પુગલ પરમાણુઓને છૂટા પાડવાની ક્રિયાનો જે શુકલધ્યાનની શ્રેણીનો છેલ્લો યોગ કહેવાય છે એ યોગની અંદર પાંચ હ્રસ્વસ્વરના ઉચ્ચારણની અંદર ૧૪ ૬ અપૂર્વ અવસર આત્મા એટલો બધો પૂર્ણ પ્રકાશિત થાય છે કે એની પાસે આ પુદ્ગલ પરમાણું હવે રહી શકતા નથી. એટલે એના પ્રદેશ ઉપરથી ખરી પડે છે. અને એના પ્રદેશો મુક્ત થાય છે. પદ્મનંદી આચાર્યે ‘પદ્મનંદી પંચવિશતી'ની અંદર આ વાતને એવી સરસ રીતે મૂકી છે કે ચૌદમાં ગુણસ્થાનકની અંદર આ પ્રક્રિયા થાય છે અને છેલ્લા પરમાણુઓ છૂટા પડે છે આત્માના પ્રદેશથી અને પૂર્ણ નિર્મળતા તરફ પોતાના જ્ઞાનનો અને ધ્યાનનો અગ્નિ પ્રગટાવીને એ પરમાત્મા બેઠો છે. એ અયોગી ગુણસ્થાનકની ક્રિયા આ પરમાત્મા સ્વરૂપ ભગવાન કરે છે. ચૌદમાં ગુણસ્થાનકે પણ આ પુરુષાર્થ છે. અને એ પ્રયોગ જયારે ભગવાન કરે છે ત્યારે આચાર્ય કહે છે, “હે જગતના જીવો! આ ચૈતન્ય જ્યોતિ જોવી હોય તો આવો, ‘ચૈતન્ય જ્યોતિ તે સમે, ભાસે અનુપમ આ અહો ! તે એક સર્વોત્કૃષ્ટ જગમાં, સર્વદા જયવંત હો!” (પદ્મનંદી આચાર્ય) પોતાના શાસ્ત્રમાં આમ કહે છે. કૃપાળુદેવે જેને ‘વનશાસ્ત્ર’ કહ્યું છે. એકાન્તમાં અવગાહના માટે મુનિ માટે મોકલ્યું છે. આવા ‘વનશાસ્ત્ર'ની ગાથામાં જ્ઞાનીઓ એ સ્થિતિની દશાનું વર્ણન આપે છે. કૃપાળુદેવ કહે છે, “સાતમા ગુણસ્થાનકે બિરાજતો આત્મા તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકે બિરાજતા આત્માની સ્થિતિનો ખ્યાલ કરી શકે છે. પણ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે બિરાજતા આત્માને આ ચૌદમાં ગુણસ્થાનકની વાત કરીએ તો તેના લક્ષમાં બેસે નહીં. ભગવાનના બોધનાં વચનો છે એટલે આટલું કહેવાય છે. જો ભગવાને આ સ્થિતિ ન બતાવી હોત તો આપણને ક્યારેય ચૌદમા ગુણસ્થાનકની સ્થિતિનો અંદાજ પણ આવી શકત નહીં. આ તો ‘હાથનોંધ’માં કૃપાળુદેવે લખ્યું છે કે ચૌદમાં ગુણસ્થાનકે પણ હજુ પોતાનાં શેષ કર્મોને ભસ્મીભૂત કર્યા વિના મોક્ષ થતો નથી. ત્યારે ખબર પડે કે કેવળજ્ઞાન પછી પણ પુરુષાર્થનું એક સોપાન હજુ બાકી રહે છે.પત્રાંક ૯૧૩માં પરમકૃપાળુ દેવ ફરમાવે છે – જુઓ આ ભગવાનના જ્ઞાનની પરિસીમા – એક એક અવસ્થાને જાણનાર આ પુરુષ કઈ અવસ્થમાં હશે? આપણે ગુણસ્થાનકની ઝંઝટમાં પડવું નથી. કૃપાળુદેવે કહ્યું છે કે ગુણઠાણા તો સમજવા માટે છે. એનું બીજું કોઈ મહત્ત્વ નથી. એ તો એક કથન શૈલી છે. ભાવની અપેક્ષા તો ઔર જ છે. અહિંયા આપણે ૧૪૭
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy