SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર ‘મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો.” અપૂર્વ - ૧૪ કેટલો ઉલ્લાસ વર્તે છે? કેટલો પ્રમોદ આવી જાય છે? જ્ઞાની પુરૂષના આવા પ્રચંડ પરાક્રમને યાદ કરતાં પણ આપણને કેટલો આનંદ થાય છે? આ જીવની કઈ તાકાત છે? આત્માની કઈ શક્તિ છે? “મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી’ આ હવે કેવી છલાંગ મારે છે? કેવી ગતિ માંડે છે તે જુઓ. જૈન ભૂગોળ શાસ્ત્રના જૈન વિદ્વાનોએ એમના જ્ઞાનમાં જે ભૂગોળ છે, તે ભૂગોળ બતાવી છે. એમાં કહ્યું છે કે આ લોકની અંદર પશ્ચિમમાં ક્યાંક જંબુદ્વિપ આવેલો છે. એ જંબુદ્વિપ ગોળાકાર છે. અને એની ફરતાં અસંખ્યાત દ્વિપ સમુદ્રો છે. અને એ દ્વિપ સમુદ્રમાં છેલ્લો સમુદ્ર એ સ્વયંભૂરમણ નામનો એક મહા સમુદ્ર છે. એ મહાસમુદ્રનો વિસ્તાર અનંત જોજનનો છે. આખા લોકનું વર્ણન છે. એમાં મેરુ પર્વતને બધું આવે છે. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા’માં ભગવાન કાર્તિકેય સ્વામીએ લોકસ્વરૂપ ભાવનામાં આ વાતને સરસ રીતે મૂકી છે. આપણી બાર ભાવનામાં જગતનાં બધા જ તત્ત્વો, ભૌતિક અને આધ્યાત્મિક વણાઈ ગયાં છે. અને વીતરાગ વિજ્ઞાનમાં ભૌતિક અને આધ્યાત્મિક બન્ને વિજ્ઞાનનો સમાવેશ છે. ધર્મ કે જે વીતરાગનો ધર્મ એ વિજ્ઞાનથી જુદો નથી. પણ વિજ્ઞાનથી સમાવિષ્ટ છે. આ પરાક્રમ કેવું હશે? આ પરાકાષ્ઠા કેવી હશે? એ જગતના જીવોને કેમ સમજાવવું? એટલે કૃપાળુદેવે અહિંયા શબ્દપ્રયોગ કર્યો ‘સ્વયંભૂરમણ સમુદ્ર તરી.” આપણે જે દુનિયાને ઓળખીએ છીએ એમાં મોટામાં મોટો સમુદ્ર તે પેસિફિક મહાસાગર છે. અહીંથી અમેરિકા જવું હોય તો પેસિફિક મહાસાગર ઓળંગીને જવાય. એ પેસિફિક મહાસાગર-સ્વયંભૂરમણ સમુદ્ર પાસે કોઈ વિસાતમાં જ નથી. ખાબોચિયા જેવો લાગે. એવા અનંત જોજન વિસ્તારવાળો આ સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ Fact છે. કોઈ કલ્પના નથી. આ લોકનું ભૂગોળનું સ્વરૂપ છે. આ સમુદ્ર તરવો એ કેવો આકરો હોય? આ ક્ષેપક શ્રેણીમાં આવેલા ૧૧૬ અપૂર્વ અવસર આત્માના પુરૂષાર્થની કેવી પરાકાષ્ઠા છે તે સમજાવતાં પૂ. કાનજીસ્વામી જણાવે છે કે, જેમ મોહ મહાસમુદ્ર જેવો છે કૃપાળુદેવે કહ્યું કે “મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી.” મોહરૂપી મહાસમુદ્રને આ સ્વયંભૂરમણ સમુદ્રને મારે તરી જવો છે. જેમ મોહ મહાસમુદ્ર જેવો છે તેમ મારામાં પણ તેનાથી અનંતગુણી, અપરિમિત બેહદ શક્તિ છે. આ સમુદ્રમાં તાકાત છે. તેનાથી મારામાં તાકાત વધારે છે. જે દુનિયાને હું જાણું છું તે દુનિયાથી મારી સમર્થાઈ વધારે છે. જે હું જાણું છું એની શક્તિ વધારે કે જાણનારની શક્તિ વધારે? જાણનારની શક્તિ વધારે છે. જેનું સર્જન મેં કર્યું છે એના કરતા સર્જકની શક્તિ વધારે છે આ જગતનું સર્જન તો આપણે ક્યું છે. પુદ્ગલ પરમાણુની પોતાની શક્તિ નથી કે શિલ્પની કલાકૃતિમાં ફેરવાઈ જાય. આ વાત થઈ ગઈ છે. વિશ્રસા પરિણામ અને મિશ્રસા પરિણામ. જગતની જે રચના છે એ જીવના ભાવ જો ન હોય તો બની શકે નહીં. જીવના ભાવના અભાવમાં જગતની કોઈ રચના આકાર પામતી નથી. આ મોહ સમુદ્ર મેં બનાવ્યો છે તો તેથી પણ અનંતગુણી, અપરિમિત, બેહદ શક્તિ મારામાં છે તેથી હું આત્મામાં બેહદ સ્થિરતાને વધારું. કે જેથી મોહ સર્વથા ટળી જાય. અને હું જેવો શુદ્ધ, પવિત્ર, જ્ઞાનઘન છું તેવો જ થઈ રહું. અને સ્વરૂપમાં અતિશય સાવધાની રાખું. કે જેથી ચારિત્ર મોહનો સ્વયમેવ સર્વથા ક્ષય થઈ જાય. ચારિત્રમોહનો ક્ષય કરવા માટે- જેમ સ્વયંભૂરમણ સમુદ્રમાં કોઈ તરવૈયો પડે અને જે ઉપયોગની જાગૃતિ રાખે, અને જે એના ઉપયોગની અખંડતા અને એકાગ્રતા રાખે એવા આત્મ સ્વરૂપની જાગૃતિ, એકાગ્રતા અને અખંડિતતા સાથે ક્ષેપક શ્રેણીમાં આરૂઢ થયેલો સાધક આ મોહ નામના સ્વયંભૂ સમુદ્રને તરવા માટે આટલી સાવધાની રાખે છે. અને ક્ષેપક શ્રેણીથી તરે છે. જેથી વચમાં ડુબી જવાય નહીં. જો શપક શ્રેણી ન હોય તો? સુભૂમ ચક્રવર્તી એ સાગરમાં ગયો તો. સુભૂમ નામનો ચક્રવર્તી -છ ખંડનો ધણી- બાર ખંડ જીતવા નીકળ્યો, ચર્મરત્ન બનાવ્યું, ચક્રવર્તી છે એટલે બધી રિદ્ધિ-સિદ્ધિ એના હાથમાં છે. હજાર દેવોને સેવામાં હાજર ર્યા, પોતે ચર્મરત્ન પર બેઠો અને ડૂબી ગયો. કારણ કે એના ભાવ આત્માની એકાગ્રતાના નહોતા. લોભ કષાય ત્યાં કામ કરતો હતો. તો લોભ કષાયના બળથી ડૂબી ગયો. આત્માના બળથી ડૂબાય નહીં. જગતનો નિયમ છે કે કંઈ પણ વસ્તુ ભરવામાં ૧૧૭
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy