________________
અપૂર્વ અવસર ટેન્કર પર લખ્યું હોય, કે આ જલદ પદાર્થ છે. આનું શંટીગ જરાયે ઢીલું રાખતા નહીં. ખટારો જતો હોય તો પણ લખ્યું હોય કે Keep the distance. એક ક્રોધી
વ્યક્તિને પાટિયું નથી માર્યું. પણ બધાયે જાણે છે કે આને બોલાવાય નહીં આને વતાવાય નહીં. કારણ કે તેજાબી મગજનો છે. હાલતાં વાંકુ પડી જાશે. અને જરાક કાંઈક થાશે તો વિચાર પણ નહીં કરે કોના કારણે થયું અને એનો ક્રોધ ભભૂકી ઊઠશે. અને પાછો ઉપરથી એમ કહેશે કે હું સાચો છું ને એટલે મને ક્રોધ છે. સાચાનું લક્ષણ ક્રોધ નથી. સત્યનું લક્ષણ ક્રોધ નથી. વીતરાગ વિજ્ઞાન પ્રમાણે તો સત્યનું લક્ષણ ધૈર્ય હોય. અનાદિકાળથી આપણે આજ સમસ્યા (Problem) માંથી મુક્ત થતા નથી એટલે જ્ઞાની સમજાવે છે કે જે કરવાનું છે તે આ કરવાનું છે કે કર્મના બંધના કારણની છેદકદશા ઊભી કરવાની છે. અને કર્મબંધના કારણોની છેદકદશા ઉત્પન્ન ન કરી તો બીજું ગમે તેટલું કર્યું તો પણ શું વળશે? માટે પહેલું કારણ ક્રોધ. એને જણાવવું કે, હું હવે એમ તારૂં બળ ચાલવા નહીં દઉં. હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું.’ ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા.’ હવે એ પોતાના ક્રોધી સ્વભાવ પ્રત્યે ક્રોધ કરશે. પોતાના ક્રોધના ઉદય પ્રત્યે ક્રોધ કરશે. સતત જાગૃત છે. પોતાને ક્રોધ આવવાનો હોય તો એક સેકન્ડની અંદર પકડી લે છે. અને તરત શાંત થવાનો પુરૂષાર્થ કરે છે. જ્ઞાનીઓ કહે છે કે ક્રોધ આવવાનો હોય તો નવકારમંત્રનો જાપ કરો. ક્રોધ આવવાનો હોય તો પરમપુરૂષના ચિત્રપટ અને મુદ્રાને નજર સામે લાવો. ક્રોધના સંયોગો ઉત્પન્ન થાય કે તરત જ પકડી
લ્યો કે આપણને હમણાં ક્રોધ આવશે. માટે તે સમયે મૌન. ખમી ખાવ. શાંતિ રાખો. ધીરજ રાખો. થવાનું છે તે જ થવાનું છે. ‘બનનાર તે ફરનાર નથી. અને ફરનાર તે બનનાર નથી.” ગમે તેટલો ક્રોધ કરીશ તો પણ જે સ્થિતિ નિર્માણ થવા સર્જાયેલી છે તે નિર્માણ થઈ ને જ રહેવાની છે. જો આવી શ્રદ્ધા હોય તો ક્રોધ કરવાનો મતલબ શું છે? શું કામ ક્રોધ કરે છે? જ્ઞાનીઓએ ક્રોધનું લક્ષણ કહ્યું છે કે ક્રોધ પોતે તો સળગે, જેને થાય તેને સળગાવે પણ બાજુવાળાને પણ સળગાવે. એક ક્રોધી માણસ પરિવારમાં આવી ગયો તો આખા પરિવારનો સંસાર ઉજાડી નાખે. અને એક શાંત વૃત્તિવાળો માણસ પરિવારમાં આવ્યો તો આખા પરિવારને શાંતિ આપે.
અપૂર્વ અવસર ‘આગ ઉઠે જે ઘર થકી, પહેલું તે ઘર બાળે; જળનો જોગ જો નવિ મલે, તો પાસેનું પ્રજાળે.’ ‘કડવાં ફળ છે ક્રોધનાં.'
ઉદયરત્ન મહરાજ ક્રોધનું લક્ષણ બતાવતાં કહે છે કે આ ક્રોધ તો બે રીતે મારે. ક્રોધ જેને થાય તે તો સળગી મરે પણ એના સંગ-પ્રસંગમાં આવતા જીવો પણ અશાતાને પામે. જેના ઘરમાં ક્રોધી સ્વભાવ હોય, તેના ઘરમાં અશાંતિ અને અશાતા સિવાય બીજું શું હોય? એને શાંતિ શું ? સમાધિ શું? એની ખબર જ ન પડે અને સંસારની એવી પરિસ્થિતિ કે જે આપણા વશની વાત નથી એની સામે આપણે ક્રોધ કરીએ છીએ. સંસાર અનાદિથી આમ જ ચાલે છે એ સ્વિકારી લે ને! સંયોગોનો સ્વિકાર કરતાં શીખી લઈએ. વસ્તુ છે તો ભાંગ-તુટ થાય. વધ-ઘટ થાય. એ તો જડ પદાર્થ છે. જડ પદાર્થમાં નિત્યતા કે શાશ્વતતા ક્યાંથી હોય? ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ક્રોધ એ આત્માનો સ્વભાવ નહીં પણ વિભાવ છે. તેથી તેનો (ક્રોધનો) ઉદય આવે ત્યારે તેને પોતાના કર્મનો ઉદય સમજવાથી તેની સાથે લડવાની શક્તિ સાધકમાં આવે છે. આ મારો સ્વભાવ નથી. પણ કર્મનો ઉદય છે અને કર્મની સામે મારે મોરચો માંડવાનો છે. આવું એને ભાન હોય, આવી એનામાં જાગૃતિ હોય તો સાધકમાં ક્રોધ પ્રત્યે લડવાની વૃત્તિ આવે છે.
ઘણાં પ્રશ્ન કરે છે કે જૈનદર્શન અહિંસાની વાત કરે છે અને એમાં પહેલી જ વાત આવે ‘નમો અરિહંતાણં' અરિને જેણે હણી નાખ્યા છે તો આ તો હણવાનીહિંસાની વાત થઈ. એમ કેમ? ‘અરિહંત’ એટલે અરિ ને હણનાર. અરિ એટલે અંતરશત્રુઓ. અંતરશત્રુઓનો જેણે નાશ કર્યો છે તે અરિહંત. એણે તો પોતાનાં ક્રોધ-માન-માયા-લોભ-મોહ-મત્સર- એ ષડરીપુ (છ-દુઃશ્મનો)નો નાશ કર્યો છે તે અરિહંત. અહિંયા હણવાની વાત છે પણ તે જગતના જીવોને હણવાની વાત નથી. પોતાના અંદરના કષાયરૂપ શત્રુને હણવાની વાત છે.
કોઈએ પ્રશ્ન કર્યો કે ‘સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને.’ એમાં ‘છેદવું' તે હિંસાનો શબ્દ છે અહીં કેમ વાપર્યો? ભાઈ ! આમાં તારી Dictionary નહીં ચાલે. તું વીતરાગની Dictionary લે ભાઈ ! તું વીતરાગની ભાષા સમજ. એનું વિજ્ઞાન સમજ. એની આજ્ઞા સમજ. અને એ સમજવા માટે શબ્દની જરૂર નથી. એ શબ્દની પાછળ રહેલાં ભાવની જરૂર છે. એની પાછળ રહેલાં આશયને
૬૧