________________
અપૂર્વ અવસર સિવાય ક્યાંય જોવા નહીં મળે. આ મનનો કરેલો સંકલ્પ છે. સંથારો, સંલેખના, અભિગ્રહ- જૈન ધર્મના એક એક તત્ત્વનો વિચાર તો કરો. આપણી જિંદગી ઓછી પડે. આ જ્ઞાની પુરુષ પરીષહ અને ઉપસર્ગ સામે કેવા અડગ રહ્યાં છે. ‘આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.’ ઘોર પરીષહ અને ઉપસર્ગમાં પણ અમારી સ્થિરતાનો અંત ન આવે. કાનમાં કાષ્ટ શલાકા જાય છતાં મહાવીર ચલે નહીં, ધીર, ગંભીર, અડોલ, ચલાયમાન થયા વગર મહાવીર ઊભા છે. કારણ આત્માના ઉપયોગની જાગૃતિ એટલી બધી પ્રવર્તે છે કે મન-વચનકાયાના યોગોનું ત્યાં પ્રવર્તન સંક્ષિપ્ત છે. આવી સ્થિરતા પ્રાપ્ત થાય. કાઉસગ્ગ પહેલાં આપણે બોલીએ ખરાં કે, “અન્નથુ ઉસસિએણે, નિસસિએણં, ખાસિએણે, છીએણં, જંભાઈએણું, ઉડુએણે, વાયનિસગૂણે....” પણ અર્થ જાણ્યા નથી એટલે સૂત્રો બોલી જઈએ પણ સ્થિરતા તેટલો સમય પૂરતી પણ રહેતી નથી. કારણ કે સૂત્રોના અર્થ જાણવાની કે સમજવાની પણ આપણને જરૂર લાગી નથી. બસ, ફક્ત સમજણ વગરની ક્રિયા કર્યા કરીએ છીએ. અર્થ સમજતાં નથી એટલે ક્રિયા આત્માના ઉપયોગ વગરની થાય છે. અને પાછાં બોલીએ કે “હે ભગવાન! કાઉસગ્ગમાં દોષ થતાં હોય તો ક્ષમા આપજે.' પણ આપણને એ પણ ભાન નથી કે આપણે દોષ કરીએ છીએ. જરા પણ જાગૃતિ વગર કાઉસગ્ગ થાય છે. મન ક્યાંય હોય છે, વચન બીજે હોય છે. વાણી ક્યાંય અને શરીર ક્યાંય. આપણી ક્રિયામાં ક્યાંય એકરૂપતા નથી હોતી. આપણી સ્થિરતા ડોલાવવા એક માખી જ બસ છે. આપણને બીજા ઘણા પરીષહ કે ઉપસર્ગની જરૂર નથી. એક લાઈટ જાય અને પંખા બંધ થઈ જાય તો પણ આપણું મન સ્વાધ્યાયમાં નથી રહેતું. ડામાડોળ થઈ જાય છે. વાત પરીષહ અને ઉપસર્ગની ચાલે છે. અને જીવ પંખામાં રોકાઈ જાય છે. કારણ કે ઉપયોગ નથી, જાગૃતિ નથી, લક્ષ નથી. કરવું શું છે? તો કહે નિગ્રંથદશાની અંદર આત્મસ્થિરતા કરવી છે. હું સ્વાધ્યાયમાં આત્માના કલ્યાણ માટે બેઠો છું માટે મારે મારા મન-વચન-કાયાના યોગને આત્માસંબંધીની વાતમાં પરોવવા જોઈએ. શરીરની સુખાકારી કે સવલતમાં નહીં, જે થવાનું હશે તે થયા કરશે. આપણે ઉપયોગ સ્થિરતામાં જોડવાનો છે. ‘ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી.” જ્ઞાનીએ શબ્દ મૂકયો છે ‘ભયે કરી.” પ્રત્યક્ષ વસ્તુ કરતા વસ્તુનો
અપૂર્વ અવસર ભય એ માણસને વધારે મૂંઝવે છે. જ્ઞાની કહે છે, ‘જીવને ઉપવાસ કરવો હોય તો ઉપવાસની આપત્તિ કરતા એનો ભય એને પહેલા રોકે છે.’ ‘હું ઉપવાસ કરું ને માથું દુખશે તો? સામાયિકમાં મારાથી એક કલાક બેસાય નહીં.” જીવ એમ નથી કહેતો કે મારે આત્માની આરાધના કરવી છે. શરીરનું જે થવું હશે તે થશે. એની શું ચિંતા છે? પણ જીવને શરીરની સુખાકારીનો, સવલિયતનો, Comforts and Convinienceનો ભય છે. એક એક બાબતની અંદર ભયથી આપણે કેટલી આરાધનાઓ ચૂકી જઈએ છીએ, માત્ર ભયથી. એટલે કૃપાળુદેવે અહીં ‘ભયે કરી? શબ્દ મૂક્યો છે. ‘ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી.’ અહીં વાઘ, સિંહ, દિપડા આવવાના નથી. એટલે મરણનો ભય નથી. અહીં કોઈપણ પ્રકારનો ક્ષુધા કે તુષાનો પરીષહ નથી છતાં પણ જીવ ભયના કારણે આરાધના કરતો નથી. જીવમાં શક્તિ નથી કે ઇચ્છા નથી એટલે આરાધના નથી કરતો એમ નથી. એનામાં ભયનું પ્રમાણ વધારે છે. ચોવિહારનાં સમયે પહોંચાય નહીં એટલે ત્રણવાર ખાવાનું શરૂ કરે. આ જીવની વૃતિ તો જુઓ. આ વૃત્તિની નિકૃષ્ટતાનું ક્યારેય માપ કાઢ્યું છે? અને જ્ઞાની પુરુષો તો એમ કહે છે,
‘સંયમના હેતુથી યોગપ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.’
અપૂર્વ - ૫ એક એક ગાથામાં ઝંખના તો જુઓ. આત્મસ્થિરતા ખંડિત ન થાય એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? પરીષહ અને ઉપસર્ગના ભયથી અમારી આત્મસ્થિરતા ખંડિત ન થાય. અમારી આત્મ ઉપયોગની જાગૃતિ નબળી ન પડે, અમારી સમજણ મંદ ન થાય. અમારો પુરુષાર્થ હળવો ન થાય. આવો અપૂર્વ અવસર અમને કયારે આવશે? અમે તો સંસારની વચ્ચે ઘેરાયેલા છીએ. સંગ અને પ્રસંગના ઘેરાવામાં છીએ. છતાં પણ ઝંખના આ છે. તો હવે પ્રભુ! અમારે શું કરવું? દેહને પાડી દેવાથી કર્મોથી છૂટી શકાતું નથી. આત્મહત્યા એ આત્મકલ્યાણનો માર્ગ નથી. જ્ઞાનીઓએ આ વાતને ખૂબ જ સરસ રીતે બતાવી