________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ
પડછબી અધિકાર ૧. દાખ વાટીને ઘી મેળવી જીભ પર ઘસવાથી ત્યાંના કાંટા મટે છે. ૨, દારુ-હળદર, જવાસે, જાઈના ફૂલની કળી, ગળા, દ્રાખ, ત્રિફળા, બધાંયે સમભાગે લઈ કાઢો કરવો,
નવસેકા કાઢાનાં કેગળા કરવા, મુખપાક કશોષ, જિવાશેષ મટશે. ૩. ઇન્દ્રજવ, અકરકરો, બદામ, આદુના રસ સાથે અમે મસળવું. જિહવાશુષ્કતા મટશે. ૪ માતુલિંગ, કેશર અને સિંધવ સમભાગે લઈ જીભ પર ઘસવાથી કાંટા એને જીભની શુષ્કતા મટે છે. ૫, લવિંગ, અકરકરો અને તુલસીનાં પાંદડાં જીભે ઘસે તો પણ અકડતા વગેરે મટે છે. ક, ફટકડી માસો ૧, નાની એલચી માસો ૧, સફેદ કાથો માસ ૧, તુર્થ શુદ્ધ રતિ ૧, એકત્ર કરી
અમે ચડવું. પડજીભી મટશે, ૭, કળીચૂનો, નૌસાદર, ફટકડી, સાજીખાર, સમભાગે લઈ વાંસની કાંબી સાથે જીભમાં દાબી રાખે તે પણ જીભના દરેક રોગો નિઃસંદેહ મટી જશે.
સ્વરશુદ્ધિ ૧. પીપલ, સંધવ ૧-૧ માસા મધમાં લેવાથી રવરભંગ અને ગળું સારું થાય છે. ૨. જાવંત્રી, તમાલપત્ર, એલચી, લવિંગ, પીપલ, અકલકર, નાગરવેલના પાનની જડ–કુલિંજન,
કેશર, કસ્તૂરી બધી વસ્તુઓ ૧-૧ માસા લેવી. બીજેરાના રસમાં ઘૂંટી અથવા તે મધમાં
અવલેહી લેવાથી કિનર સ્વર થાય છે. ૩. શંખાવલી, સેહગી, કાળાં મરી, નાગરવેલનાં પાનના રસમાં ગોલી કરી લેવી, રવર શુદ્ધ થશે. ૪. બહેડાની છાલ, પીપલ, સિંધવનું ચૂર્ણ સમભાગે કરી લગભગ ૧ માસા ગાયની છાશ સાથે લેવાથી પણ રવર સુધરે છે,
ગંડમાલા-ગળાની ગાંઠ ૧. સાજીખાર, ઈન્દ્રજવ, એરંડિયાની જડ, સેંધવ, હીંગ, હળદર, સમભાગે લઈ આકડાના દૂધમાં
વાટી ગળાની ગો પર લેપ કરવાથી ગાંઠે વિખેરાઈ જાય છે. ૨. કટકનું મૂળ નરમૂત્રથી ઘસી લેપ કરવો. ગંડમાલ મટે છે. ૩. શંખાવલી અથવા તો સહદેવીનું મૂળ શનિ-નિમંત્રી રવિવારે લાવી. ગળે બાંધવાથી ગાંઠ મટે છે. ૪. સાજીખાર, ચોખા, સિંદૂર, હરતાલ, તુર્થી ૨-૨ ટંક મીઠા તેલમાં મર્દન કરી. રુના પંભડાથી
ગાંઠે પર લેપ કરવાથી ગળાની ગાંઠ મટે છે. ૫. દેવદારુ, ઈન્દ્રવાસણી મૂલ, ઈન્દ્રજવ, સરસિયાંનાં બીજ, અસાળિયે, મૂળાનાં બીજ, સિરધૂ બીજ,
પાણી સાથે વાટીને લેપ કરવો, ગાંઠે મટે છે. ૬. કાળાં ગધેડાના પગની રાખ ભભરાવવી, ગંડમાલાની ગાંઠે મટશે. ૭. કડવી ઝૂંબડીના ગર્ભનો લેપ પાણી સાથે લગાવવો. ૮. ઢઢણીનાં બીજ, હળદર, સેંધવ બારીક વાટી પાણી સાથે લેપ કરવો. ગળા તથા કાનની ગાંડ
બેસી જશે,