________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૮. બીરાનો રસ અને પીપળે પાવાથી સગર્ભા સ્ત્રીનું વમન પણ બંધ થાય છે. આ નિર્ભય
ઔષધ છે. ૯. લીંબૂના છોતરાંની રાખ ૧ માસ મધમાં ચટાડવાથી પણ સગર્ભાની તથા સામાન્ય દિવસન
રોકાય છે: - ૧૦. મોરનાં ચાંદલાની ભસ્મ ૨ રતિ, પીપુલ ૨ રતિ મધ સાથે અવલેહી આપવાથી પણ વમન
૧૧. જૂનું કંતાન બાળી ૩ ટેક રાખ પાણીથી પાવી. ૧૨. પીપર, જીરું, સાકર, દ્રાક્ષ, સમભાગે લઈ દાડમની કળીના રસમાં ગલી બનાવવી, મોઢામાં રાખી
- ચૂસવી. વમન બંધ થાય છે, ૧૩. વડનાં લાકડાની રાખ માસ ૨, ગરમ પાણી સાથે પીવાથી પણ વન મટે છે. ૧૪. ભમરો ઘર કરે છે એ માટી, કાથો, એલચી, તુલસીપત્ર, નાળિયેલની જટા, કમલકાકડી વાટીને
મધમાં ગોળી બેર સમાન બનાવવી, મોઢામાં રાખવાથી ઉગ્ર વમન ધાસ, અતિસાર, અરુચિ, સંગ્રહણી..અને જવરમાં પણ આશાતીત લાભ થાય છે.
મુખપાક-રુધિર પતનના ઉપચાર ૧. જાયફળ, ગળા, દેવદારુ, દ્રાક્ષ, ત્રિફલા સમભાગે બ્રડ કરી ફવાથ બનાવવો. પછી કોગળા કરવા.
પાકેલું મોટું સારું થશે. ૨. ગોળ, મીઠું, હરદળ, સરસવ બીજ અને પીપલનો ફાંટ બનાવી કેગળા કરવા. પાકેલું મોટું
સારું થશે. ૩. સેંધવ, ખજૂર, દ્રાક્ષ અને દાડમની છાલને કાઢો કરી કોગળા કરવા. આરામ મળશે. ૪. સાકર અને જીરાની ગોળી મધમાં બનાવી મુખમાં રાખવી. મુખપાક અને તૃષા શાન્ત થશે. ૫. કાકજંઘા અને ઐરની લાકડી ૩૦-૩૦ ટંક લેવી. ૩ શેર પાણીમાં ખૂબ ઉકાળવી. અડધે શેર
પાણી રહે ત્યારે એમાં બાવળના પાંદડા ૧૦ ટંક નાખી ઢાંકી રાખવું. પછી નવસેકું પાણી રહે
ત્યારે કોગળા કરવા. આનાથી દાંત દઢ થાય છે અને મુખના તમામ રોગો દૂર થાય છે. ૬. ગલછબીનું મૂલ સાત દિવસ મોઢામાં રાખવાથી તમામ મુખ રાગોમાં આરામ મળે છે. ૭. જાઈપિત્ર, પુનર્નવ-સાટોડી, કાળી મુસલી, પીપર, વચ, સુંઠ, ચિત્રક સમભાગે કરી દાંતે
મંજન કરે, સુદઢ થશે અને મુખની ચાંદી તથા પાકમાં રાહત મળશે. ૮. ખુરાસાણી વચ, પીપર, સુંઠ, શુભ્રા (ફૂલાવેલ) સમમાત્રા ચૂર્ણ કરી મુખમાં ઘસે. પછી કોગળા કરે તે મેઢાંનાં છાલાં જાય.
મુખ દુર્ગધ-ઉપચાર ૧. લવિંગ, કેકેલ, નાગકેસર, કપૂર, જાવંત્રી, જાયફળ, વંશલોચન, એલચી, મૈર, અગર, દ્રાખ,
અને સેવ, સાકર સમમાત્રા લઈ ચૂર્ણ કરી વાસી પાણીથી ૧ માસા રોજ સવારે સાંજે સેવન કરે તે મેઢાની દુધ નાશ થાય.