________________
आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेवि यणं तेसिं णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छाणं सुंसुमाराणं सरीरा णाणावण्णा जावमक्खाय,
હવે જલચર પચેંદ્રિય તિર્યચનિયા જીવનમાં કેટલાંકનાં નામ કહે છે, માછલાંથી સુસુમાર સુધીના જીવે છે, તે માછલાં કાચબા મગર ગ્રાહ સુસુમાર વિગેરે છે, તે દરેકમાં જે જળચરનું બીજ હોય અને શરીરના પ્રમાણમાં નિમાં જગા હોય તે પ્રમાણે નર માદાના સંબંધથી પૂર્વકર્મના સંબંધથી ત્યાં ઉન્ન થાય, તે જીવે ત્યાં પ્રકટ થતાં માતાના અંદરના આહારથી વૃદ્ધિ પામતા નર માદા નપુંસક એ ત્રણ રૂપે જન્મે છે, જયારે તે ગર્ભમાંથી બહાર નીકળે ત્યારે નાના હોય, ત્યારે તે પાણી ઉપરજ જીવે છે, પછી મોટાં થતાં વનસ્પતિ કાય અને ત્રસ સ્થાવર કાય જે સંબંધમાં આવે તેને આહાર કરે છે, અને પંચેંદ્રિયને પણ આહાર કરે છે (નાના માછલાને પછવાડેથી મોટું માછવું ગળે છે, તે ગળનારને તેથી મોટું ગળે છે માટે મત્સ્ય ગળાગળ ન્યાય કહેવાય છે) હવે માછલાં વધીને કેવડાં થાય છે, તેને એક લેક કહે છે,