________________
કાળમાં આહાર ન હોય, તેમ અગી કેવળી શૈલેશી કાળમાં આહાર ન કરે તેમ મેક્ષમાં ગયા પછી આહાર ન હોય, બાકીના બધા જ બધે કાળ આહાર લેનારા જાણવા, હવે વિગ્રહ ગતિનું અનાહારપણું નિર્યુક્તિમાં બતાવેલું કહે છે, સમશ્રેણિમાં જે ભવાન્તરમાં જાય છે તે અનાહારક નથી, હવે જે એક સમય વક શ્રેણિમાં રહે તે પણ પ્રથમ સમયમાં આહાર લીધે, અને બીજા સમયે બીજે સ્થળે આહાર લીધે માટે અનાહારક નથી, બે સમય વક ગતિ હોય તે વચલે. એક સમય અનાહારક છે.
ત્રણ વક સમય હોય તે બે વચલા સમય અનાહારક છે, ચોથા સમયમાં ઉત્પન્ન થયા ત્યાં આહાર લે છે, આ ચાર સમયની ઉત્પત્તિ કેવી રીતે થાય તે બતાવે છે, ત્રસનાડીથી બહાર પછી ઉપરથી નીચે નીચે જાય, અથવા ઉપર જઈને દિશામાંથી વિદિશામાં જાય અથવા વિદિશામાંથી દિશામાં જાય, તેમાં પ્રથમ સમયે રસ નાડીમાં પ્રવેશ કરે, બીજામાં ઉપર જાય કે નીચે આવે, ત્રીજામાં બહાર નીકળે, ચોથામાં વિદિશામાં ઉત્પન્ન થાય, કેઈ પાંચ સમયે ઉત્પન્ન થાય, તે બતાવે છે, ત્રસનાડીથી બહાર વિદિશામાંથી વિદિશામાં ઉત્પન્ન થાય, ત્યારે વચલા ત્રણ સમય અનાહારક છે, પ્રથમ સમયે તથા પાંચમા સમયે આહારક છે, હવે કેવળી સમુદઘાતનું બતાવે છે.