________________
વિચાર કરવાની શક્તિ નથી, જેવી રીતે કોઈ મૂછ પામેલા હોય કે ખુબ નિદ્રામાં સુતા હોય તે આ અસંઝિઓ પૃથ્વી કાયિકથી વનસ્પતિ કાયિક સુધી છે, તથા વિકલૈંદ્રિય અને માના પેટમાંથી ન નીકળેલા સંમૂઈિમ પંચેંદ્રિય છે, તે સર્વને મન ખીલેલું ન હોવાથી અસંજ્ઞી કહ્યા છે, તેમનામાં તર્ક વિચાર મિમાંસા વિશેષ વિમર્શ ન હોવાથી જેમ કેષ્ઠ સંસીને સવાર સાંજની સંધ્યાના ઓછા પ્રકાશમાં દૂરથી કંઈ દેખાય તે ઝાડના હંઠા કે પુરૂષનો તર્ક થાય કે આ શું છે? આવા તકે અસંસીને ન થાય, તથા સંજ્ઞા પૂર્વે જે વિષય (પદાર્થ) જે, તેના પછીના કાળમાં વિચાર થાય, તથા પ્રજ્ઞા તે પોતાની બુદ્ધિથી પિતાની મેળે ચિન્હાથી નકી કરી લે કે આ વસ્તુ છે. તથા મનન-મતિને અવગ્રહ વિગેરે છે, તથા ખુલ્લા શબ્દોની ભાષા તે વાચા છે, આ બધું એકેદ્રિયને નહાય, બેઈદ્રિય વિગેરેને જીભ તથા ગળું વિગેરે છે, તો પણ તેમને શબ્દ સ્પષ્ટ રીતે સમજાય તેવા નથી, તેમ તેમને હિંસાદિ પાપકરૂં કરાવું, એવી વિચાર પૂર્વક વાણી નથી તેમ હું કરું કે બીજા પાસે કરાવું તે અધ્યવસાય પણ નથી, આવાને અસંજ્ઞીઓ બાળક જેવા બધાં પ્રાણીઓના ઘાતથી નિવૃત્ત ન થવાથી તે ઘાતક થવાના એગ્ય પણાથી ઘાતકજ છે, જેમ કે બે ઈ દ્રિયવિગેરે છ પારકાને મારવામાં પ્રવર્તે છે જ, કારણ કે તેઓ બીજા જીનું ભક્ષણ કરે છે, જૂઠું બોલવાપણું, પણ તેમનામાં છે, તેઓ તેથી અનિવૃત્ત છે,