________________
હિંસા વિગેરે પાપવાળાને અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) હોય તો પણ અસ્વપ્ન અવસ્થામાં પણ કર્મ બાંધનારે છે, આ પ્રમાણે આચાર્યો પાપ લાગુપડેલ બતાવવાથી વાદીએ કહેલું કે મંદ બુદ્ધિવાળાને પાપ કર્યા વિના ન લાગે તે દૂર થયું, હવે આચાર્ય પિતાને મત સિદ્ધ કરવા દBત બતાવે છે, કે ચેત્રીશ અતિશયથી શોભતા તીર્થકરે અહીં વધક હિંસકનો દષ્ટાંત આપે છે, જેમકે કોઈ માણસ કંઈ પણ નિમિત્ત લઈને કોપાયમાન હોય તે કોઇના પરિણામવાળો. ગૃહસ્થ હોય કે તેને પુત્ર સામાન્ય માણસ હોય, તેને કેઈએ કેદ કર્યો હોય, એટલે કેદમાં રહેલું હોય તે વધ કરવાના પરિણામથી કઈ પણ ઉપર કોપાયમાન થયેલ હોય તેને ઉદ્દેશીને વિચારે કે લાગ આવે ત્યારે મને દુઃખ દેનાર એને મારી નાંખીશ, અથવા તે, રાજા કે રાજાના પુત્ર ઉપર ક્રોધી થયેલ હોય તે શું વિચારે કે ક્ષણ-અવસર મળે તેના ઘરમાં કે નગરમાં પેસીશ, તેવા વિચારવાળો હોય, તથા ક્ષણ-છિદ્ર મળે તે વધ કરવા યોગ્ય ને લાગ આવે હણી નાંખીશ, આ કહેવાને સાર એ છે કે કે ગૃહસ્થી કે તેને પુત્ર કે રાજા જે બળવાન હોય, તેને કઈ મારવા ઇછે, અથવા તે કોઈને મારવા ચાહે, પણ લાગ મળ્યા વિના બીજા કાર્યમાં રોકાયેલ હોય. તે છિદ્ર તથા મારવાને અવસર જેનારો. ખુની ઉદાસ બેસે, પણ ખુન કરવાનું મન હોવાથી તેનું મન વ્યગ્ર હોય, પણ બીજું કામ કરતાં વિશ્વાસ પાડવા તે પિતાના