________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[ ૫૫
લક્ષણે નથી કે તે બતાવી શકાય, કારણ કે જ્ઞાનને આકાર વિગેરે ગુણે ન હોય, અને આકાર વિગેરે નથી છતાં પણ ચેતનારૂપ જ્ઞાનને અભાવ નથી (સૌને પોતાના પ્રત્યક્ષજ્ઞાન વડે બોધ થાય છે), એ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ આત્મા આકાર વિગેરે ગુણોથી રહિત છતાં વિદ્યમાન છે. આ પ્રમાણે યુક્તિથી સિદ્ધ થતા આત્માને પણ ધૃષ્ટતાથી તેઓ માનતા નથી,
આવા મતના પોતે પોતાની માનેલી દીક્ષા લઈને ઘર છોડીને જીવ શરીરથી જુદે નથી, એવું પોતે માની બીજાને સમજાવે છે કે મારે ધર્મ આ છે, અને બીજાને યુક્તિથી તેવું ઠસાવે છે, જેનાચાર્ય વળી કહે છે કે તે કાયતિક મુખ્ય નાસ્તિકતે દીક્ષા વિગેરે માનતા નથી, પણ તેના છેડા તત્વને માનનારા બૌધ વિગેરે દીક્ષા વિધિ પ્રમાણે લઈને તેજ નાસ્તિકના મતને થોડે અંશે સ્વીકારીને તે બીજાને સમજાવે છે કે શરીરથી ભિન્ન આત્મા નથી, અથવા કેટલાક ગળીયેલ રંગના કે બીજા રંગના કપડાં પહેરનારા નાસ્તિકનું તત્વ માનનારા છે, તેમને આશ્રયી કહ્યું છે કે પોતે દીક્ષા લે છે, બીજાને શિષ્ય બનાવવાને વ્યાપાર ચાલુ રાખે છે, તે તત્વને બીજાને સમજાવતાં તેમાં કષ્ટ ન હોવાથી વિષય
લૂપી જીવોને તે અનુકૂળ હોવાથી તેઓ તમાં શ્રદ્ધા રાખનારા આ મતમાં રૂચિ કરનારા તથા આ સાચું જ છે એવા આગ્રહવાળા બોલે છે કે તમે કહો છે તે સાચું જ છે, સારું તત્વ છે, તમે બતાવ્યું તે ધર્મ અમને ગમે છે,