________________
રા. છગનલાલ વિદ્યારામ રાવળે જૂની ગુજરાતી ભાષાના કેટલાક નમુના ગુજરાત શાળાપત્ર'માં પ્રકટ કર્યા છે. જેમાંના એક નમુને પ્રમાણે છે
ભુવનદીપકનું ભાષાંતર “સંવત ૧૫૫૭ વર્ષે અશ્વિન માસે ૧૩ સેમે કંડલ ગ્રાતીયા જેસી જગનાથ ! જેસી રંગા લખ્યાં છે
“મંગલ રક્તવર્ણ જાણવુ, બુધ બ્રહસ્પતિ સુવર્ણ જાણવું રવિ ગૌર જાણિવુ, ચંદ્ર આકમંદારના ફૂલ સરીખુ જાણવુ, બુધ નિલ જણિવુ, શનિ રાહુ કૃષ્ણ જાણિવા. શનિ રાજા, ચંદ્ર તપસ્વી, મંગલે સનાર, બુધ બ્રાહ્મણ, ગુરૂ વાણિયુ, શુક્ર વૈશ્ય, શનિ દાસુ, રાહુ મયલુ, એતલાં મૂલ ધાતુ જીવે ધાતુ બોલી ! હવઈ, ધાતુ તણું સ્વરૂપ કહીશઈ xxx " પૃછક ઉપમાના તણી પૃછા કરિ તુ જુ શુક ચંદ્ર પાંચમ્ સ્થાનક દેખઈ તું શું કહિવું પુત્ર જન્મ હુશી “અથવા દેખાઈ તુ પુત્ર નથી યા દહાડા તળું ફલ બેલીશિ” | આ ભાષાંતર પ્રસિદ્ધ કરતાં ર. છે. વિ. રાવળ ટીકા કરે છે કે “જ્યારે વિ. સં. ૧૫૫૭ એટલે નરસિંહ મહેતાની હયાતી પછીની આપણી ભાષા આવી છે, ત્યારે મહેતાના વખતની કેવી ભાષા હશે તે વિચારવા જેવું છે.”
(શાળાપત્ર અંક ) સ્વખાધ્યાયનું ભાષાંતર. સંવત્ ૧૫૮૨ વર્ષ શાકે ૧૪૪૮ પ્રવર્તમાને ઉત્તરાયને - જયેષ્ટ માસે કૃષ્ણપણે દ્વાદેશ્યા તિથૌ બુધ દિને બાંભણને વાસ્તવ્ય