________________
સંસ્કૃતમાં ગ્રંથ રચના કરતા હતા તે કાળે પણ વાર્તાઓ અને નાકે જેવા લૌકિક સાહિત્યને તે પ્રાકૃતજ આશ્રય લેવો પડતો હોવો જોઇએ. પ્રાકૃત કથાઓ અને પ્રાકૃત નાટકે કાળના પ્રવાહમાંથી બચીને આપણા વખત સુધી જીવતાં રહેવા પામ્યા નથી, પણ તેના તૂટક તૂટક કકડા મળી આવે છે અને કાલિદાસ જેવા મહાકવિનાં નાટકમાં પણ પ્રાકૃતને સ્થાન મળ્યું છે, એ જોતાં લૌકિક સાહિત્ય પ્રાકૃતમાં રચાતું હતું એમ અનુમાન કરવાને સબળ કારણ મળે છે. - બૌદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તકો પ્રાકૃત ભાષાના કાળે થયા અને તેમણે પોતાના સિદ્ધાંત લોકભાષામાં પ્રસિદ્ધ કરવાનો આગ્રહ રાખે, એથી એમના ગ્રંથે પ્રાકૃત ભાષામાં સંગ્રહાયા. આર્યપ્રજા એ કાળે આખા ભરતખંડમાં પ્રસરી હતી, તે પણ તેમની વિશેષ વસ્તી ઉત્તરભારતમાં હતી. સ્થાનભેદથી એમની ભાષામાં જુદા જુદા ભેદ પડયા હતા અને તે દરેક ભેદ જુદી ભાષા તરીકે ઓળખાતા હતા. મથુરાની આસપાસની ભાષા શૂરશેની કહેવાતી, મગધદેશમાં બેલાતી તે માગધી કહેવાતી, આસામ અને નેપાળ તરફની ભાષા પૈશાચી ભાષા કહેવાતી, એમ જુદા જુદા સ્થળની ભાષા જુદું જુદું રૂપ અને જુદું જુદું નામ પામી હતી, છતાં તે બધી ભાષાઓ મૂળરૂપે એક હતી. ગુજરાતીભાષામાં સુરતીલી અને કાઠિયાવાડીબેલી વચ્ચે જેમ પૈડાએક શબ્દ અને દેડાએક રૂપે ભેદ હોવા છતાં તે જુદી જુદી ભાષાઓ નહિ પણ એકજ ભાષાના પેટાના પ્રાન્તિક પેટભેદ છે, તેમ એ કાળની જુદા જુદા પ્રાન્તની ભાષા છેડાએક શબ્દો અને થોડાએક રૂપમાં
માધવા નળની સ્થાએ પાકૃત સંસ્કૃત વાતાનાં શેડાએક પાનાં મને મળ્યાં છે, તેમજ કાશીના કેઈ પંડિતકૃત “કૃષ્ણ ચરિત્ર' નાટકના ટુકડા મેં જોયા હતા (ઘણુ કરીને તે મારી પાસે છે) તે બધા પ્રાકૃતમાં હતા.