________________
થયેલું ન હોવાથી વ્યુત્પત્તિ કરવાના પ્રસંગે તેઓ ગુજરાતી ઉપરથી બારેબાર સંસ્કૃતને પકડવા જાય છે અને એમ કરતાં હાથમાં ન આવે તે જતું કરીને ચલાવી લેવામાં આવે છે.
ભાષા એ પ્રજાજીવનનાં ચાર અંગે માંનું એક અંગ હોવાથી પ્રજાના સામાજીક ઈતિહાસના જેવું ભાષાના ઈતિહાસનું પણ મહત્ત્વ છે. ભાષાને ઈતિહાસ વિખૂટા પડેલા લેકે વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડે છે, મૂળ પ્રજામાં પાછળથી ભેળાયેલા લોકે વિષે માહિતી આપે છે. પ્રજાના આચારવિચાર, ધંધાઉદ્યોગ, ધર્મભાવના, સુધારણું અને મનવૃત્તિઓનું વલણ ભાષાના ઈતિહાસ ઉપરથી પરખાય છે. ભાષાને ઈતિહાસ પ્રજા જીવનની અનેક ગુંચ ઉકેલવામાં સહાયભૂત થઈ પડે છે. ધર્મગ્રંથોમાં સચવાઈ રહેલી વૈદિક અને સંસ્કૃતભાષાજેમ આર્યધર્મ અને આર્યપ્રજાના પ્રાચીન ઐક્ય ઉપર પ્રકાશ પાડે છે, તેમ મધ્યકાલીન પ્રાકૃતભાષા જુદા જુદા પ્રાન્તના પરસ્પર સંબંધ પર પ્રકાશ પાડે છે.
કાવિડીઅન ભાષાઓ બાદ કરતાં ભરતખંડની સર્વ પ્રાન્તિક ભાષાઓને ઈતિહાસ વૈદિકભાષાથી શરૂ થાય છે. વૈદિકકાળમાંજ ૨ અને ૫ જેવા વર્ગોને ઉચ્ચાર જુદા જુદા સ્થાનમાં વસતા ઋષિઓ જુદો જુદો કરતા હતા. વૈદિકભાષામાં ઉચ્ચારભેદની વિકૃતિ ઓ કાળથી જ શરૂ થઈ હતી. આર્યપ્રજાને ફેલાવે થતો ગયો અને અનાર્ય લેકે સાથે તેમનો સંસર્ગ વધતો ગયો તેમ તેમ તેમની ભાષા વધારે વિકૃત થતી ગઈ. વિક્રમ સંવત્ પૂર્વે આઠમા નવમા સૈકામાં થયેલા પાણિનિ મુનિએ ગણાધ્યાયી વ્યાકરણ રચ્યું, તેનો હેતુ એ પણ હતું કે ઉચ્ચારભેદથી ભાષાને બગડતી અટકાવી. આ ઉચ્ચારભેદ અને વિક્રમ સંવત પહેલાં પાંચશે વર્ષ ઉપર પાલિભાષામાં