________________
અઢારમું શ્રી ક્રિયા સ્થાન અધ્યયન.
ર૩૫
દક્ષિણ દિશા બધી દિશાઓમાં અપ્રશસ્ત છે (વખાણવા જોગ નહીં) તેમ ચારગતિમાં નરકગતિ નિંદનીય છે, બે પક્ષોમાં કૃષ્ણ પક્ષ નિંદનીક છે, તેથી જે કઈ વિષય રસમાં અંધ થાય, ઇદ્રિયથી પરવશ થાય, પરલેકના ફળને વિસરી જાય તે સાધુઓની નિંદા કરીને દાન અંતરાય કર્મ બાંધીને નિંદનીય સ્થાનમાં ઉન્ન થાય તે બતાવ્યું, તે પ્રમાણે જે તીચ કે મનુષ્યમાં કે દેવલોકમાં નિંદનીયપણું છે તે તેને પ્રાપ્ત થાય, પણ તેથી ઉલટ પુરુષ જે કઈ વિષય રસમાં નિસ્પૃહ થાય, ઇન્દ્રિયોને વશ કરે, પરલેકના ફળથી ડરીને ચાલે સાધુઓની પ્રશંસા કરે, સારાં અનુષ્ઠાન કરે. તે સુગતિમાં સુસ્થાનમાં દેવલોકમાં જાય તથા શુકલ પાક્ષિક (ઉદાર વૃત્તિ) થાય, તથા મનુષ્ય ભવમાં સારા સ્થાનમાં જન્મીને સુલભધિ થઈ જલદી ધર્મ પામે, આ સારાં કૃત્ય કરનારનું સારું ફળ બતાવ્યું, હવે સમાપ્તિ કરે છે,
તેમાં પ્રથમ ઉપર બતાવેલા શ્રીમંત કુટુંબમાં જન્મેલા અને શૃંગારરસથી ભરેલા સંસારથી છૂટવા કેટલાક પુરુષે તુચ્છ બુદ્ધિના હોવાથી ત્યાગી થવા છતાં પરમાર્થને ન જાણવાથી ફરીથી લોભીયા થાય છે, ત્યાગ કરીને પાછા ગૃહસ્થ જેવા સુખ વિલાસી થઈ જાય છે) - તથા કેટલાક સાંપ્રત સુખ દેખનારા ગૃહસ્થા વાસમાંજ રહીને ઝંખ તૃષ્ણ તેમાં આતુર–આસક્ત બનીને પૈસા માટેજ ફાંફા મારે છે, તેથી તેઓ ઉત્તમ પુરૂષાએ આદરેલ માર્ગ