________________
[ ૬૭ ]
યુવે, એ જગ્યા તરફ પિતે ઉભે ન રહે, કે તેવા ઘરવાળા તરફ પિતાની દષ્ટિ પડે, તેમાં આ દોષ છે કે, ત્યાં દેખવાથી સ્ત્રી વિશેરેના સંબંધીઓને શંકા થાય અને ત્યાં લજજાઈને બરાબર શરીર સ્વરછ ન થવાથી તેને દ્વેષ થાય, તેજ પ્રમાણે ગ્રહસ્થના ગોખ ઝરૂખા તરફ દષ્ટિ ન કરે, તથા ફાટ પડેલી તે દુરસ્ત કરી હોય ત્યાં ન જુએ, અથવા ચારે ખાતર પાડેલું હોય, અથવા ભીંતને સાંધો કર્યો હોય, અથવા ઉદગૃહ (પાણીનું સ્થાન) હોય, આ બધાં સ્થાને વારંવાર હાથ લાંબો કરીને અથવા આગુલી ઉંચી કરીને તથા માથું ઉંચું કરીને નમાવીને અથવા કાયા નીચી નમાવીને દેખે નહિ, બીજાને બતાવે પણ નહિ, ( સૂત્રમાં બેવાર તે પાઠ બતાવવાનું કારણ ભાર દેવાનું છે ) જે વારંવાર ત્યાં દેખે કે બીજાને દેખાડે, તે ઘરમાં કઈ ચોરાય કે નાશ પામે તે શંકા ઉન્નત્યુ થાય, વળી તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પેઠેલે ગૃહસ્થને આંગળી વડે ઉદ્દેશીને તથા અંગુલી ચલાવીને અથવા આંગળીથી ભય બતાવીને તથા ખરજ ખણુંને તેમજ વચનથી (ભાટ માફક) સ્તુતિ કરીને યાચવું નહિ, તથા કઈ વખત ગૃહસ્થ ન આપે તે તેને કડવાં વચન ન કહે, કે તું જક્ષ માફક પારકાનું ઘર રક્ષે છે! તારા નસીબમાં દાન ક્યાંથી હોય? તારી વાત સારી છે, પણ કૃત્ય સારાં નથી ! વળી
अक्षरद्वयमेतद्धि, नास्ति नास्ति यदुच्यते . तदिदं देहिदेहीति, विपरीतं भविष्यति ॥१॥ તું નથી નથી એવા બે અક્ષર બેલે છે, તેને બદલે