________________
[૩૦૩] (હવે તપની ભાવના કહે છે.) किह मे हविजऽवंझो दिवसो ? किं वा पहू तवं काउं ?। को इह दव्वे जोगो खित्ते काले समयभावे ? ॥ ३४०॥
સાધુએ નિર્મળ ચારિત્ર પાળવા હંમેશાં ચિંતવન કરવું કે વિગઈઓ વિગેરે ત્યાગીને મારે દિવસ હંમેશાં ક્યારે સફળ થશે ? તથા હું કયે તપ કરવાને શક્તિવાન છું ? તથા ક્યા દ્રવ્ય વિગેરેમાં મારે નિર્વાહ થશે? આવું ચિંતવવું, તેમાં બને ત્યાંસુધી સાધુએ દ્રવ્યમાં ઉત્સર્ગથી વાલ ચણા વિગેરે વાપરવા, ક્ષેત્રમાં જ્યાં ઘી દુધ મળે કે લુખા રોટલા મળે તે પણ સંતોષથી વિહાર કરે, કાળમાં ઠંડમાં કે ઉનાળામાં વિહાર કરે તથા ભાવમાં હું સાજો હેવાથી આ તપ કરવાને શકિતવાન છું. આવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિચારી યથા શક્તિ ઉપકરણ વિગેરે જોઈતાંજ રાખીને પરિસહ સહેવા તપ કરે. તત્વાર્થ સૂત્રના છઠ્ઠા અધ્યાયમાં ૨૩ મા સૂત્રમાં કહ્યું છે કે યથાશક્તિ ત્યાગ અને તપ કરે. उच्छाहपालणाए इति ( एव ) तवे संजमे य संघयणे। वेरग्गेऽणिञ्चाई होइ चरित्ते इहं पगयं ॥३४१ ॥
તથા અણસણ વિગેરે તપસ્યામાં પિતાનું બળ અને વિર્ય ન ગાવતાં ઉત્સાહ રાખવો અને લીધેલા તપને પુરે પાળવે. “तित्थयरो चउनाणी सुरमहिओ सिझिअब्धयधुवम्मि । अणिगूहिअबलविरिओ सव्वत्थामेसु उजमइ