________________
સંગ્રહ કરાય તો ચતુર્વિધ સંઘને લાભ થાય એ હેતુથી બધા ભાગે સાથે લેનારને પડતર કિંમતે આપવા પણ કાર્યવાહક તૈયાર થશે.
જે કે ભાષાંતર કરનાર છદમસ્થ અને બીજે આધાર ન હોવાથી વિપરીત જણાય તે દરેક ગીતાર્થ સાધુ અથવા શ્રાવકે લખી જણાવવું કે સુધારો થાય. આચાર્ય મહારાજશ્રીબુદ્ધિ સાગરજીએ ગસલાહ આપી છે. તથા લક્ષ્મીમુનિજી તથા જીતેંદ્રમુનિએ બનતી સહાય આપવાથી તેમને આભાર માનવામાં આવે છે. પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં પાર્ધચંદ્રસૂરિને બાળાવધ (બે) પ્રથમ થએલ છે અને દીપિકા પછી થયેલ છે, એમ જાણવું. તથા ગુજરાતી ભાષાંતર યથાગ્ય પ્રયાસ કરી રવજીભાઈ દેવરાજ વિગેરેએ છપાવેલ તેની પણ કોઈ જગ્યાએ સહાય લીધી છે, છતાં આ ભાષાંતર સ્વતંત્ર છે તે વાંચનાર બંધુઓને જણાશે.
આ ચતુર્માસમાં અમારા પરમમિત્ર અભેદભાવી મુનિશ્રી તિલકચંદ્રજી જેઓ સાધુ માગ સંપ્રદાયના છતાં તેમણે યોગ્ય સહાયતા આપી છે તેમને પણ ઉપકાર માનવાની આવશ્યકતા છે.
પાલણપુર તપગચ્છ ) સુજ્ઞ મુનિવરેને આજ્ઞાતિ આસો સુદ ૧ર સં. ૧૯૭૮ ઈ મુનિ માણેક