SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૪) સૂત્રમાં જે શબ્દ છે, તે સામાન્યથી લીધેલ છે, અને જે આરંભે વડે આઠ પ્રકારનાં કર્મને આશ્રય કરે છે, તે માસ્ત્ર છે, અને જે અનુષ્ઠાન કરવાથી બધી રીતે કમ થાય તે પરિસવ છે, હવે પૂર્વે જે આસ્રવે કર્મ બંધનાં સ્થાન બતાવ્યાં, તે પિતેજ કર્મની નિર્જરાનાં કારણે થાય છે, તેને ભાવાર્થ આ છે, કે સામાન્ય બુદ્ધિવાળાને મેહ કરાવે તેવાં ફુલની માળા તથા સુંદર સ્ત્રી સુખકારણ વાતે માનવાથી તે વસ્તુઓ તેમને કર્મ બંધને હેતુ થવાથી અસ્સવ છે, પણ તે જ વસ્તુઓ તત્વને જાણનારા વિષય સુખથી દૂર રહેલા મહાત્માઓને ફૂલની માળા વિગેરે નકામી જેવી લાગવાથી તથા સંસાર ભ્રમણ કરાવનારી જાણીને તે વસ્તુઓથી તેને વૈરાગ્ય થાય છે, તેથી કહ્યું કે, જે આસ્રાવ છે, તે જ્ઞાનીને પરિવ એટલે નિર્જરાનું સ્થાન છે, તથા બધી વસ્તુઓનું અનેકાંત પણું બતાવવા તેથી ઉલટું સૂત્ર કહે છે, જે પરિસ છે તે આસ્ત્ર થાય છે, એટલે અરિહંત સાધુ તપ સૌમ દશ વિધ ચકવાળ સમાચારી અનુષ્ઠાન વિગેરે ભવ્યાત્માને નિર્જરાનાં સ્થાન છે, તેજ ઉત્તમ પદાર્થો જેને અશુભ કર્મને ઉદય હેય તેવા અશુભ અધ્યવસાય વાળા તથા દુર્ગતિમાં લઈ જવાને આગેવાન બનેલા જ તને તે ઉત્તમ પદાર્થોની આશાતના કરવાથી તથા સાતા રિદ્ધિ રસને ગર્વ કરવામાં તત્પર મનુષ્યને તે આસ્ત્ર થાય છે,
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy