________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''13
'
ફ્રીકાબેલ,
શાસન શિરતાજ, દીક્ષાયુગપ્રવર્તકશ્રીજીના
શ્રીચરણે ભાવભરી અંજલી
ન્યાયાભાનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના સ્વર્ગવાસના વર્ષે જન્મી ચૂકેલા પાદરાના મા સમરથ અને પિતા છોટાલાલ રાયચંદના એકમેવ સુપુત્રરત્ન ત્રિભુવનકુમારે દીક્ષા માટેની સાર્વત્રિક વિપરીત અવસ્થાઓના વાદળાંઓને સ્વપુરુષાર્થથી વિખેરી ભરૂચ પાસેના ગંધાર તીર્થના આંગણે પૂ.મુ.શ્રી મંગલવિજયજી મહારાજાના વરદહસ્તે રજોહરણ પ્રાપ્ત કરી પૂ.મુ.શ્રી પ્રેમવિજયજી મહારાજ (ત્યાર બાદ સૂરીશ્વરજી)ના પ્રથમ પટ્ટશિષ્ય રૂપે પૂ.મુ.શ્રી રામવિજયજી મહારાજનું નામ ધારણ કર્યું. એ વખતે દીક્ષિતો અને દીક્ષાર્થીઓને દીક્ષાનું પ્રદાન-આદાન કરવા માટે જે ભીષણ રીતે ઝઝૂમવું પડતું હતું તે પરિસ્થિતિમાં પૂર્વ-પશ્ચિમ જેવો પ્રચંડ પલટો લાવવાનો દઢ સંકલ્પ કરી એનાં મૂળ કારણો શોધી એને ધરમૂળથી ઉખેડવાનો ભીષ્મ પુરુષાર્થ તેઓશ્રીમદે આદર્યો.
એ પુરુષાર્થની પાયાની શિલા પ્રવચન ધારા” બની. અનંત તીર્થકરોને હૃદયમાં વસાવી, જિનાજ્ઞા-ગુર્વાજ્ઞાને ભાલપ્રદેશે સ્થાપી, કરકમળમાં આગમાદિ ધર્મશાસ્ત્રો ધરી, ચરણદ્વયમાં ચંચલા લક્ષ્મીને ચાંપી, જીવ્હાના અગ્રભાવે મા શારદાને સંસ્થાપિત કરી આ મહાપુરુષે દીક્ષા વિરોધની સામે ભીષણ જેહાદ જગવી દીધી. અનેક બાળ, યુવા, પ્રૌઢ અને વૃદ્ધોને દીક્ષા આપી. એક સામટા પરિવારો દીક્ષિત થવા
For Private and Personal Use Only