________________
નાં કિરણ સાથે કેટલી ઘનિષ્ટતા છે, ભેજ અને વૃક્ષે વરસાદને કેવી રીતે આકર્ષે છે ઈત્યાદિક રહસ્ય ધીમેધીમે વિજ્ઞાન ઉકેલતું જાય છે. આપણા પૂર્વાચાર્યોએ વરસાદની સાથે ગ્રહ નક્ષત્ર-રાશી વિગેરેને સંબંધ વિચાર્યું હતું અને તેથી તેઓ પણ મેઘ-વરસાદના રહસ્ય વિષે કેટલીક આશ્ચર્યજનક શોધ કરી શકયા હતા. આ ગ્રંથ એવાજ એક પંડિત પૂર્વાચાર્યની અદ્દભૂત કૃતિ છે..
આ ગ્રંથના કર્તા શ્રી વિજય પ્રભ સૂરિએ દરેક માસ વિષે અલગ અલગ વિવેચન કરી, ચાતુર્માસમાં તેનાં કેવા સારું અથવા નરસાં પરિણામ આવશે તે જણાવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે તેમને અનુભવ અથવા અવલોકન અને અભ્યાસ આપણા જેવા સાધારણ માણસને માટે ઘણેજ ઉપગી થઈ પડશે.
પૂર્વાચાયત મેઘમાળા” ના અંતે એક ન્હાની શી પુરવણી પણ અમે શ્રી રૂક્યામલ તંત્રમાંથી ઉતારી છે અને તે પણ ઘણી માર્ગદર્શક થઈ પડશે એમ માનીએ છીએ.
શ્રી રૂદ્રયામલતંત્ર કયારે લખાયું અને તેના લેખક કોણ હશે એ બરાબર જણાયું નથી. પણ તેમના આ શબ્દો –
Aho ! Shrutgyanam