________________
શીયલની નવ વાડની સઝાયો
૭૮૫ સનિપાતીને ઘી કોઈ પાય, જિમ સનિપાત ઘણેશ થાય; તિમ બ્રહ્મચારી સરસું જમે, સૂતો સુહણે શીયલ જ ગમે.... નવિ કરવો અતિ માત્ર આહાર, આહારે વધે નિંદ અપાર; નિદ્રામાં વિકલ્પ ચડે, આઠમી વાડ થકી ખડભડે... શેરની હાંડી બશેર ખીચડી, ઓરે તે ફાટે તાલડી; 'તિમ બ્રહ્મચારી જમે અતિ માત્ર, શીયલ ગળે ને વિણસે માત્ર ચુમ ચંદન કુસુમ કપૂર; સરસાં મેલે પરિમલ પૂર; વેઢ વીંટી બહુ વેષ સંભાર; શીલવંત ન કરે શણગાર... દાલિદ્રી કર ચડીઓ રતન, ધઈ પખાલી કરે જતન; જણ જણને દેખાડે જાય, ઉલાલી લીધું તવ રાય.. તિમ બ્રહ્મચારી દેહ જ ધેય, સ્ત્રીને દેખી વહાલો હેય; જિહાં દેખે તિહાં કરે અભિલાષ, હેયે ખંપણ લાજ ને શાખા ઉપવાસ ઉદરી તપ જે કરે, શીયલ વ્રત સાચો મન ધરે; મુખનો સૂકે સયલ સવાદ, ગીત વાતને ન સુણે નાદ... એકલો એકલી સ્ત્રીશું વાત; ન કરે નવિ જાયે સંઘાત; વાત કરતા મન તસ ચળ, ત૫ જપ સંજમ હેલે ગળે.. દાય પુરૂષ ન જુએ એકત્ર, ઈણ પેરે રાખે શીયલ પવિત્ર; છ વરસ હુઆ છ માસ, પિતા ન પિોઢે પુત્રી પાસ. સાત વરસને પુત્ર જ થાય, તેની પાસે ન સૂએ માય; સવળા જિનની એવી જ ભાખ, બે ઈંદ્રિય બોલ્યા નવ લાખ પંચેન્દ્રિયનવ લાખ પ્રમાણે, મનુષ્ય સંમુછિમ અસંખ્ય જાણ; એહવા(એવડી) હિંસા ભેગી કરે, પાપે પિંડ સદા તે ભરે... અગનિઝાલ સહેતાં સોહિલી શીયલ વાહ ધરતાં દેહિલી તરૂણપણે જે તરૂણ તજે તેની સેવા સુરનર ભજે ઈમ નવ વાડે શીયલ પાળશે મનુષ્ય જનમ તે અજવાળશે. વિજયભદ્ર શિખામણ કરે ગર્ભવાસમાં નહિં અવતરે
[૨૨૫૧] નવ વાડ મુનીસર મન ધરે જે સંયમનું છે સારે રે વર્ધમાન જિનેશ્વર એમ ભણે સહુ સાંભળે પર્ષદ બારો રે. નવવાડ ૧ નારીની વસતીએ નવિ રહે રહેતાં તો વાડ લેપાયે રે જિમ બિલાડી ઘર પ્રાહુ હંસ ચતુર કહે કિમ થાયે રે. . ૨