________________
૧૧૦૦
સઝાયાદિ સંગ્રહ
ઢાળ-૨ [૨૬૧૮] -વારવધુ સહામણું
રૂપ રંગ સારી; સલ સ્વરૂપ નિહાલતાં
સુરસુંદરી હારી... શરદ પુનમનો ચંદ્રમાં
મુખ દેખી હરાવે અથર અરૂણું પરવાલની પણ ઉપમા ન આવે. દંત છસ્યા દામ કલી ફુલ વયણે ખરતાં; નાસા ઉપમ ન સંભવે
શુક ચંચુક ધરતાં... લેચનથી મૃગ લાછો શશી મંડલ બેઠે; સુંદર વેણુ વિલેકીને ફણિધર ભૂમિ પેઠે પાણી ચરણને જોઈને
જલ પંકજ વસીયાં; કલશ ઉરજને દેખીને લવણદધિ ધસીયા.... લિંક કટીતટ કેશરી
ગિરિ કંદર નાસી; મહનીમંત્રવશે ઘડી
ધાતે ઈહાં વાસી. દંત તણે ચુડે ધર્યો
હૈયે મોતને હાર; કુંજરની ગતિ ચાલતી
ત્રણ રજ હાર..... ખેદ ભરાણું હાથીઆ
નાખે શિર છાર; અબલા તે સબલા થઈ
અમને ધિક્કાર.... ચુક કસબી કોરનો
હાથે સોનાને ચુડે; મોહનગારી પ્રેમમાં
રસ વાક્ય છે રૂડો.. ચીર તિલાક વાળી સજી શોળે શણગાર; સ્થૂલિભદ્ર તે દેખતાં
મોહા તેણી વાર હવે તે હરિણાક્ષીએ
આલિંગ્યા ધરી નેહ, પીનપયોધર બાગમાં
ભૂલે પડો તેહ... નિત્ય નવલી ક્રીડા કરે નિત્ય નવલા ભેગ; સરસ ભોજન અમૃત સમા આરોગે સુરભેગ... પંચ વિષય સુખ લીલમાં બાર વરસ નિગમીયાં; સાઢીબાર ધન ક્રેડીશુ
શુભ રંગે રમીયાં..
ઢાળ-૩ [૨૬૧૯] કાલ ગમે નવી જાણીયે રે વેશ્યા વિયુદ્ધો તેહ, છેલ ન છોડીયા રે; નવરચિ બ્રાહ્મણને સંગે સકડાલ મંત્રી જેહ... છેલ૦ ૧ નંદ નરેશ્વર કાપી રે મંત્રી મરણ લહે તામ રાયે સિરિયાને તેડાવીયો રે દીએ મંત્રીપદ કામ , ૨