________________
૧૦૧૪
સજઝાયાદિ સંગ્રહ
તહત્તિ કરી કુંઅર કરઈ અણસણ ચોવિહાર ચોરાસી લાખ ખામીયા નહીં મયલ લગાર. ગુણગિરૂઆ૦ ૩૪ મુનિવર શર સુભટ થઈ બેઠો એકમીર વાઘણુ થાપ દિઈ તિહાં ઋષિ હલઈ સરીર... ચડ ચડ ચૂંટાઈ ચામડી
તડ તડ નસ ગુટઈ ફટ ફટ દઈ હાડકાં
રગતરગત વિછૂટઈ... મુનિવર મુખિ સલ વાઈ નહીં નીઝામઈ તાત યેગ સમાધિ નીરાધ સિવું કર્મ હણી ઘનઘાતિ. કેવલ જ્ઞાન લહી કરી
મુહુરતિ પરિમાણિ ચઢી ગુણ ઠાઈ ચૌદમઈ પિતા નિરવાણિ... ખાતી માતી માચતી
હિતી ગલ નાઈ કંચન રેખા દાંતની
ઝલકંત નિહાઈ.. પૂરવ ચિંતા ચિંતવાઈ. જાતી સર પામી હા-હા કરમ કિયાં કર્યા
દુહવ્યા સુત સામી... વાઘણિ અણુસણ આદરી સુર લેકે પહેલી કરમ યોગિ હgઈ થઈ
જે પાપણું હું તી... કીરતિધર ગુરૂ કેવલી
શિવનયર સિધાવાઈ પુત્ર પિતા બિહુઈ મિલ્યા હવઈ દેહ નિવારઈ.. ત્રિભુવન જય જયરવ દુઓ એ મુનિ ધન ધન સુરચંદ મુનિ ઈમ ભણઈ શ્રી સંઘ સુપ્રસન....
[ ૨૫૧૫ થી ૧૭] દૂહા અલખ નિરંજન ચિત ધરૂં શંખેશ્વર જિનરાજ સકલ વંછિત કુશલાવલી પૂરે ગરીબ નિવાજ... ત્રિભુવનમાં વાણી વદે
તે સવિ તુજ પસાય તિણકારણ કરૂં વિનતિ
સાનિધ્ય કરજે માય લઘુતાને ગુરૂતા કરે
આણી ધર્મ સનેહ પરમાણુ દાયક ગુરૂ
ઉપકારી ગુણ ગેહ... જિનવાણુ ગુરૂ પાય નમી સરસ સંબંધ રસાલ રાકેશલ મુનિવર તેણે
કહેવા મન ઉજમાલ કિણ દેશે તે ઉપન્યા
કિણ વિધ સંજમ લીધ કિણ વિધ આતમ તત્વને પ્રગટ કરી થયે સિહ.