________________
૪૧૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ મનવશીકરણ-મનસ્થિરીકરણની મહત્તા વિષેની [૧૭૯૯] - મનાજી! તું તે જિનચરણે ચિત્ત લાય તે અવસર વીત્યે જાય મનાજી ઉદરભરણકે કારણે રે ગૌઆ વનમેં જાય ચારે ચરે ચિહું દિશિ ફરે રે વાંકું ચિતડું વાછરડા માંય... , ૧ ચાર-પાંચ સાહેલી ટોળે મળીને હિલમીલ પાણીડા જાય તાલી દિયે ખડખડ હસે રે વાંકુ ચિત્તડું ગાગરીયા માંય. ૨ નટવા નાચે ચોકમાં રે લખ આવે લખ જાય વાંસ ચઢી નાટક કરે રે. વાંકુ ચિત્તડું દેરડીયા માંય... , સોની સોનાના ઘાટ ઘડે રે વળી ઘડે રૂપાના ઘાટ ઘાટ ઘડે મન રીઝવે રે વાંકું ચિત્તડું સેનયા માંય... , ૪ જગટીયા મન જુગટું રે (કામિની)કામીને મન કામ આનંદઘન એમ વિનવે રે ઐસે પ્રભુકા ધર ધ્યાન
[૧૮૦૦] સમજણ કરીને ચિત્તમાં રાખે શંકા-કંખા વારી વિતશિરછા ને ફળને સંશય પરદરસણ સંગ છારી મન સ્થિર કરજો રે સમક્તિ વાસીને ચપળ મ કરજે રે કુગુરૂ ઉપાસીને
દીપક સરીખો રે જ્ઞાન અભ્યાસીનેમન. ૧ ધનુષ તીર ગદા ચક્ર ધરે જે વૈરી મારણ કાજ અને જે રમણી રાખે તેહને નહિ કાંઈ લાજ દેવ ન કહીયે રે નારી ઉપાસીને પગે નવિ પડીયે રે કોઇ નિવાસીને
તસ પય નમતાં રે પામશે હસીને ધનકણકંચન કામિની રાતા પાપતણું ભંડાર મારગ લેપી કૌપીન પહેરી કિમ લહેશે ભવપાર પરિગ્રહ સંગી રે રહ્યા ઘર માંડીને વિષે પ્રસંગી રે લજજા છાંડીને
મત ગુરૂ કરજે રે ભેગ વિલાસીને.... ને મહિષી અછ અવી પય માખણ ખરી કરભી શની દુધ રોઝી અરક શુઅર ખરસાણી પય માખણ નહિં શુદ્ધ દુર્ગતિ પડતાં રે રહેજો સાઈને ધર્મ તે કહીયે રે નિશ્ચય લાઈને
નામે મ ભૂલે રે જુઓ તપાસીને.. ચોરી જારી દૂર નિવારે મત કર લેભ અપાર