________________
નંદીષેણ મુનિની સઝાયે
ઢાળ ૨ [૧૩૪૯] મેં તો ઉભા રહીને
અરજ અમારી સાંભળો સાધુજી : મેં તો મોટા કુળના જાણી મૂકીદ્યો આમળે થે તે લેઈ જાઓ સેવન કેડી ગાડા ઉટે ભરી નહિ આવે અમારે કામ ગ્રહે પાછા ફરી... થારા ઉજવલ વસ્ત્ર દેખી
મોહે મન મારૂં થારો સુરપતિથી પણ રૂ૫ અધિક છે વાહ થારા મૃગ સમ સુંદર નેત્ર દેખી હર્ષ લાગશે થા નવલે જોબન વેશ વિરહદુઃખ ભાંજણે... એ તો યંત્ર જડિત કબાટ કુંચી મેં કર ગ્રહી કે મુનિ વળવા લાગ્યો જામ કે આડી ઉભી રહી મેં તો ઓછી સ્ત્રીની જાતિ મતિ કહી પાછળ થે તે સુગુણ ચતુર સુજાણ વિચારો આગળ... મેં તો ભેગ પુરંદર હું
પણ સુંદરી સારી થે તે પહેરે નવલા વેશ. ઘરેણાં જતારી મણિ મુક્તા ફલ મુગટ
બિરાજે તેમના અમે સજીએ સેલ શણગાર કે પિયુરસ અંગના.... જે હૈયે ચતુર સુજાણ
તે કદિય ન ચૂકશે એહ અવસર સાહિબ
કદીય ન આવશે એમ ચિંતે ચિત્ત મઝાર કે નંદિષેણ વાહલે રહેવા ગણિકાને ધામ કે થઈને નાહલે..
ઢાળ ૩ [ ૧૩૫૦] ભોગ કરમ ઉદય તસ આવ્યો શાસન દેવીએ સંભળાવ્યું, હે મુનિવર વેરાગી રહ્યા બાર વરસ તસ આવાસે વેશ મેલ્યો એકણુ પાસે છે ? દશનર દિનપ્રતે પ્રતિબૂઝે દિન એક મૂરખ નવિ બૂઝે , બૂઝવતાં હુઈ બહુ વેળા
જનની થઈ અવેળા... કહે વેશ્યા ઉઠોને સવામી એ દશમો ન બૂઝે કામી વેશ્યા વનિતા કહે ધસમસતી આજ દશમા તુમે હી જ હતી. એહ વયણ સુણીને ચાલ્યો ફરી સંયમશું મન વાળ્યો છે ફરી સંયમ લીધે ઉલાસે વેશ લેઈ ગયો જિનજીની પાસે , ૪