________________
પ્રભાતે વાહણલાં ગાવાની સઝાયો દુઃખદાયી રે દોષ ગયા દૂર કે વળી પ્રગટયા રે પુણ્યતણ અંકુર કે.... સૂતા જાગો રે દેશવિરતિના કંત કે વળી જાગે રે સર્વવિરતિ ગુણવંત કે તમે ભેટો રે ભા ભગવંત કે પઠિકમણું રે કરો પુણ્યવંત કે.. તમે લેજે રે દેવ-ગુરૂનું નામ કે વળી કરજે રે તમે પુણ્યના કામ કે ગુરૂજનના ૨ ગાઓ ગુણગ્રામ કે પ્રેમધરીને રે કરે પૂજ્ય પ્રણામ કે... તમે કરજો રે દશવિધ પચ્ચખાણ કે તમે સુણજે રે કહ્યું સૂત્ર વખાણ કે આરાધો રે શ્રી જિનની આણ કે જિમ પામો રે શિવપુર સંઠાણ કે... સાંભળીને ૨ ગુરૂ મુખથી વાણ કે તમે કરજે રે સહી સફલ વિહાણ કે વદે વાચક રે ઉદયરત્ન સુજાણ કે એહ ભણતાં રે લડીએ કોડ કલ્યાણ કે...
૧૬૧૦] ઉઠી પરભાતમાં મંગલ કારણે વારણે જગતના દુષ્ટ કામ પવિત્ર આ જગતમાં થઈ ગયા આતમા લીજીયે તેહના શુદ્ધ નામે... પહેલાં શ્રી નેમજીણુંદને પ્રણમીયે નેહથી આપણે શુદ્ધબુદ્ધિ બાળથી બ્રહ્મચારી રહી જેમણે મેળવી મોક્ષની અચળ ઋદ્ધિ... ઉપકારી પ્રભુ વીરને પ્રમીયે જેમણે સાંપ્રતે જ્ઞાન દીધું ઉપસર્ગો બહુ સહન જેણે કરી કઠણ કર્યો હણી મેક્ષ લીધું.... પ્રમીયે પ્રેમથી ગૌતમ ગણધરા જેમના નામથી થાય સિદ્ધિ ફેરવી જેમણે લબ્ધિ અષ્ટાપદે ક્ષીરને પાત્રમાં અખૂટ કીધી. અષ્ટ રમણ તો ત્યાગ જે કર્યો પ્રભુમીયે પ્રેમથી જંબુસ્વામી આધિ ઉપાધિને વ્યાધિઓ નાસવે ચરિમ આ ક્ષેત્રના મેલગામી... શ્રી યૂલિભદ્રને સ્નેહથી પ્રણમીયે જેમણે છતીએ કામરાજા બુઝી વેશ્યા અને શુદ્ધ વેશ્યા કરી મેળવ્યા સવર્ગના સુખ તાજા.
.
૬