________________
નરકના દુ ખ વર્ણન ગર્ભિત સઝાયે
૧૧૬૭ ૨[૧૩૦૮] મુદગર કર ગ્રહી લેહના રે ઉઠે અસુર કરૂર પાપી(મી) પીડા નવિ લહે રે ભાંછ કરે ચકચૂર રે, પ્રભુજી ! મયા કરે જિમ ન લહે ગતિ તેણે રે જબ તે સાંભળો તવ કંપે મુજ દેહ રે
પ્રભુજી ! મયા કરો.. . નદી વેતરણી તે કરે રે
અતિ વિષમ પથ જાસ તાતા તરૂઆ જલ ભરી રે તેમાં ઝબોળ તાસ રે... તેલ ઉકાળી આકરે રે
ભીમાં ધરે દેહ જે પશુ માંસ પચાવતે રે પામે ફળ તસ એહ રે સંધાણા ગુલર ભખે રે
વેંગણ મૂળા રે શાક દારૂણ–વેદન તે સહે રે
રસના એ વિપાક રે છાયા જાણી તરૂ તળે રે તે જાયે નિરધાર ઉપર પત્ર ઝડી પડે રે
જાણે ખડગની ધાર રે નાસી ગિરિ કંદર ગયે રે તનુ ધરી અધિક પ્રચંડ વજ શિલા મસ્તક પડે રે ભાંગી કરે શતખંડ રે ભાર ઘણે ગાડે ભરે રે નેત્ર દીયે તસ બંધ વેળુમાંહી ચલાવતાં રે
તૂટે તનની સંધ રે..
- ૩ [૧૩૦૯) હાળ : કીધાં કર્મ છૂટે નહિં જાણે ચતુર સુજાણ
પામ વેદના હિલી ચેત મન ધરી નાણુ... તારે શ્રી જિનરાજજી હું છું દીન અનાથ વારં વાર કિડ્યું વિનવું મેટાડો દુઃખ સાથ, અનિ વરણ કરી પૂતળી ફસાવે તસ અંગ અસુર પ્રચાર ઉપર કીધાં પરસ્ત્રીય સંગ... ઠ ઢો કરી મસ્તક ધરે કરત કેરી ધાર કાઠતણી પરે છેદતાં ઉપર નાખે ખાર... ઉચા જે જન પાંચસે ઉડયા જાય જવ તુલ પડતાં અસુર તિહાંવળી તળે માંડે ત્રિશૂલ કળ વળતે ધરણું પડે પ્યાસે માંગે નીર તપત રાંગ મુહમે દીયે - વધે બહુલી પીડ... કે નહિં તસ રક્ષણ કરે દુ:ખી દીન અવતાર શરણ રહ્યું હવે તાહરૂ કીજે સેવક સાર... પરમાધામો સર કહે અમને ન દીયે દોષ આપ કમાઈ ભાગ કીજે રાગ ન રોષ..