________________
ધન્ના કાકંદીની સજા
૧૧૩૧
ઢાળ ૨ [૨૬] શીયાળામાં શીત ઘણી રે ધના ઉનાળે લવાય માસે જળવાદળાં રે , એ દુ:ખ સહયું ન જાય
હું તે વારી રે ધના ! આજ નહિં સે કાલ... વનમાં તે રહેવું એકલું રે ધન્ના કેણ કરે તારી સાર ભૂખ પરીષહ દોહિલે રે , મતકર એસી વાત
હો ધનજી ! મત લીયે સંયમ ભાર. ૨. વનમાં તે મૃગ એકલે રે માતા કેણ કરે ઉનકી સાર કરણ તે જેસી અપકી રે માતા ! કેણ બેટો કેણ બાપ
| હે જનની ! હે લેઉ સંયમ ભાર... ૩ પંચ મહાવ્રત કે પાળ રે ધન પચે મેરૂ સમાન બાવીસ પરીષહ જીતવા રે , સંયમ ખાંડાથી ધાર... ધનજી ૪ નીર વિનાની નદી કિસી રે ચંદ વિના કેસી રાત પિયુ વિના કેસી કામિની રે - વદન કમલ વિલખાય.. - પ. દીપક વિના મંદિર કિસ્યાં રે , કાન વિના કેસે રાગ નયણ વિના કિસ્યું નિરખવું રે પુત્ર વિના પરિવાર... તું મુજ અંધા લાકડી રે સે કઈ ટેકે રે હોય જે કઈ લાકડી તેડશે રે , અધે હશે ખુવાર... રત્ન જડિતને પિંજરો રે માતા તે જાણે સુડે રે બંધ કામગ સંસારના રે માતા જ્ઞાનીને મન ફંદ... હે જનની૮ કાયા તો કંચન સમી રે ધન્ના રાઈ પર્વત સમજાણું જોબન વય ભરી નારીયે રે - સમજુ છે ગુણવાન. હે ધનજી ૯ નિત્ય ઉઠી ઘેડલે ફરતે રે .. નિત્ય ઉઠી બાગ મેં જય ચડી પાલખીએ પઢતો રે નિત્ય નિત્ય નઈ ખૂબી માણ... ૧૦આ તો બત્રીસ કામિની રે ધન્નો ઉભી કરે અરદાસ રે મુનીશ્વરની વાણી સુણી રે માતા આ સંસાર અસાર હો જનની , ૧૧. હાથમાં લે પાતરો રે ધના ઘેર ઘેર માગવી ભીખ કઈ ગાળ જ દેઈ કાઢશે ? . કઈ દેવેગે શીખ હો ધનજી, ૧૨. તજી દીયાં મંદિરમાળિયાં રે માતા તજ દીયે સબ સંસાર તજ દીની ઘરકી નારી રે , છેડ ચલે પરિવાર...હાજનની. ૧૩. જુઠાં તે મંદિર માળીયાં રે , જૂઠ સબ સંસાર જીવતાં ચુંટે કાળજુ રે મુઆ નરકે લેઈ જાય રે. . ૧૪