________________
કક્કો-અક્ષર સંબધ ઉપદેશક સજઝાય ચશ્મા ચેતનધમે ચાલ કરજે અંતરને તું ખ્યાલ ચાર ગતિને કરે છેદ જાણ જીવ-પુદ્ગલને ભેદ ધમ હીન વતે સહુ બાલ ચચ્ચા ચેતન ધમે ચાલ. છચ્છા કરવાદી તજી રત્નત્રયી સ્વામીને ભજી છેડો વિરૂવા વિષય વિકાર મુક્તિનાં સુખ સમજી સાર અંતર્યામી પ્રેમે ભજી ઈચ્છા કરવાદી તજી. જજજા જીવતર ચાલ્યું જાય ગયે વખત પાછો નહિં આય જેજે અંતરમાં તું ધમ જેથી નાશે સઘળાં કમ જોતાં દિલમાં સર્વ જણાય જજજા) ઝઝા ઝડપે કાલ કરાલ વાટજ મેક્ષ નગરની ઝાલ ધર્મ જહાજ ઝાલે નરનાર ક્ષેમે પામે ભવનો પાર શું મુંઝે તું માયા જાલ ઝઝા બંબ નિરંજનને સેવા ત્યાગી નિદ્રાદિક સહુ ટેવ નગુરાને કીજે નવિ સંગ પ્રભુ ભજનમાં પાડે ભંગ આતમ પરમાતમ છે દેવ બાબાંવ ટા ટેટે કરી શું હશે? જોયું સઘળું ચાલ્યું જશે જેના દિલમાં આતમ નાદ ટળીયા તેને વાદ-વિવાદ શાને મોહ-માયામાં વસે ટટ્ટા ઠઠ્ઠા ઠાલી શું ફુલાય
ભલા ભલા પણે ચાલ્યા જાય ઠાઠમાઠમાં ખાયું સવ
ગાફલ થઈને કીધે ગર્વ ઠરવું નિર્ભયતા ઘટ પા(માં)ય ઠઠ્ઠા ડફાડકે દે નિજ દેશ
રાગાદિક સેવે નહિ લેશ કમ વેરીને દઈ દંડ
વર્તાવે નિજ આણુ અખંડ અનુભવ રંગે રમીયે બેશ
ડડ્ડા ઢઢા ઢમઢમ વાગે ઢેલ
શું તારૂં છે જગમાં બોલ ધરજે ધમ તણી કરઢાલ કરજે આતમની સંભાળ સત્ય સત્યનો કરજે તેલ ણણણ ન્યાયી થા દિનરાત કરજે સત્ય ધર્મની વાત ન્યાય નીતિથી સુખડાં વરે ભવસાગરને સહેજે તરે કેબે કદી ન કરજે ઘાત
ણણણ૦ તત્તા તીથ કરને સેવ
સર્વ દેવમાં મોટા દેવ ત્રિવિધ તાપે હરતા આપ મનમાં કેર જિનવરને જાપ કમ મમ નાસે તતખેવ - તત્તો