________________
૬૩૪
સજઝાયાદિ સંગ્રહ
કેટના દરવાજા બંધ કરીને દ્વારકાપુરી સળગાવી રે મહેલ ઝરૂખા બાગ કચેરી બાળીને કીધી દિવાળી રે. કમ બંધન ના૦ ૨ કીકીયારી લેકેની પશુના પિકારે સુણી બને ભાઈ દોડ્યા રે માત-પિતાને રથમાં બેસારી અને જલ્દીથી જોડયા રે.... - ૩ઃ પણ એક ડગલું નહિં ચાલવાથી રામ ને કૃષ્ણ જોડયા રે એટલામાં રથની ઘરી ભાગી તે પણ ઘસડી દેડાયા રે.. . ૪ કિલા સુધી રથ ઘસડી લાવ્યા ત્યારે થઈ આકાશ વાણી રે રામ ને કૃષ્ણ વિના નહિં મૂકું કેમ ખેંચે રથ તાણું રે.... , ધર્મનું શરણ કરી માત-પિતા મરી ગયા દેવલોકે રે આપણુ બળ કંઈ કામ ન આવ્યું રડી પડ્યા પકે-પોકે રે.. . નિરૂપાયે બને નિરાશ થઈને નગરને બળતી છેડી રે પાછું વાળીને દષ્ટિ કરી તે ભસ્મીભૂત રાખડી રે. . પાંડવ તરફનો આશ્રય લેવા ચાલ્યા બને ઉદાસી રે ભર જંગલમાં આવીને પડીયા કૃષ્ણને લાગી પ્યાસી રે... . વાસુદેવ પિતાંબર ઓઢીને વૃક્ષની છાયામાં સતા રે' બળદેવ પાણીની શેાધને માટે જળના સ્થાને પહત્યા રે.. ,, ૯ મૃગની જાંતિયે બાણને છોડયું જરા કુમારે વનમાં રે આવીને કૃષ્ણના પગમાં વાગ્યે કાળ ન મૂકે જંગલમાં રે - ૧૦ રૂદન કર્યું આવી જરા કુમારે કૃષ્ણ હિમ્મત આપે રે લેખ લખ્યા નહિં મિથ્યા થાયે પ્રભુ વાણી હૃદયમાં થાપ રે.... ૧૧ મારા માટે થયે જંગલ વાસી બાર વરસ દુઃખ ખમવું રે ખોટા પડે નહિ જિનવર વચને મિથ્યા થયું તારૂં ભમવું રે. ૧૨ દ્વારકા પુરીની સઘળી બીના ભાઈને કૃષ્ણ જણાવે રે સવ યાદવમાં બળદેવ ને હું જીવતાં છીયે એમ ગણાવે રે. ૧૩ આખી નગરી કળકળતી મૂકી નિરૂપાયે અમે હાલ્યા રે એટલામાં મારે કંઠ સુકાણે જળ શોધવા બળદેવ ચાલ્યા રે. ૧૪ જરા કુમાર ! તું પાછું વળી જા અવસર કેમ તે ચૂકે રે બળદેવને જ ખબર પડી તે માર્યા વિના નહિં મૂકે રે.. . ૧૫ મારા મૃત્યુથી સ્નેહને લઈને રામ ગૃરી છૂરી મરશે રે તું જે જીવતે રહીશ તે યાદવ વશ વૃદ્ધિને કરશે રે... ૧૬ લે આ કૌસ્તુભ રન નિશાની પાંડવને તું દેજે રે આપને ખબર અમારી સઘળી સાથે ક્ષમાપના કહેજે રે.. - ૧૭--