________________
-
સઝાયાદિ સંગ્રહ,
માનથી નર લઘુપણું લહે ખલતણું બિરૂદ તે થાય રે માનીનર વચન નવિ સહી શકે ક્રોધ પ્રગટ બહુ થાય રે માન ૦૩ માનથી પરગુણ નવિ લાઈ દેષ દેખે સહુ માંહિ રે ગુણ નિજ માંહે દેખે બહુ ' કહે મુજ સમ નહિં કાંહિ રે . ૪ માને કહે-કામ અમે બહું ક્યાં વાત અમ કહી ન જાય રે અમ તણાં ગુણ નર તે લહે જે અમ પરિચિત થાય છે . ૫ માનથી ધ્યાન શુભ નવિ રહે ધમથી ભ્રષ્ટ વળી થાય રે પુણ્ય ભંડાર હારી કરી નરક-નિગદમાં જાય છે . ૬ બાહુબલી ભૂખ-તરસાં સહી કાયકલેશ સહ્યાં બહુકાલ રે પણિ નવિ કેવલ પામીએ જિહાં લગે માન મહા સાલ રે , ૭ તન-ધન વન અથિર છે સુખ વળી સપન ઉપમાન રે પંથી પરે એક દિન ચાલવું તેણે મૂરખ વહે માન રે . ૮ બહુ દુઃખ દાયક જાણીને માનને નર તજે જેહ રે વીર વિમલ સીસ ઈમ ભણે કુસલ મંગલ લહે તેહ રે - ૯
છે અમકાસતીની સઝાય [૧૦૧] અમકા તે વાદળ ઉગી સૂર, અમકા તે પાણીડાં સંચર્યા રે સામા મળીયા દેય મુનીરાય, માસખમણનાં પારણું રે બેડું મેલ્યું સરવરીયા પાળે, અમકાએ મુનિને વાંદીઆ રે ચાલે મુનિરાજ આપણે ઘેર, મા ખમણનાં પારણાં રે ત્યારે ઢળાવું સેવન પટ, ચાવળ ચાકળ અતિ ઘણાં રે આછા માંડા ને ખેબલે ખાંડ, માંહે તે ઘ ઘણા લચપચા રે ૩ લયે યે મુનીરાજ ન કરે ઢીલ, અમ ઘર સાસુજી ખજશે રે બાઈ પાડેસણુ મારી બેન, મારી સાસુ આગળ ન કરીશ વાતડી રે ૪ કે તને આપું મારા કાનની ઝાલ, હાર આપું હીર તણે રે કાનની ઝાલ તારે કાને સહાય, હાર હીરાને મારે અતિઘણે રે ૫ મારે છે વાત કર્યાની ઘણી ટેવ, વાત વિના નહીં રહું રે પાડેસણુ આવી ખડકી રે માંહિ, બાઈ રે પાડાસણ સામી ગઈ રે ૬ " પાડોસણ બાઈ તને કહું એક વાત તારો વહુએ મુનીને વહોરાવીએ રે નથી ઉગે હજી તુલશીને છેડ બ્રાહ્મણે નથી કર્યાં પારણાં રે ૭