________________
૧૨૮ અધ્યાય : ૨, સૂત્ર-૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૨-૩૨) પ્રયોજન - આ સૂત્રમાં જન્મના પ્રકારો દર્શાવ્યા છે.
संमूर्छनगर्भोपपाता जन्म ૨-રૂર સંમૂછનગર્ભોપપાતા જન્મ ર-૩૨
સંમૂછન-ગર્ભ-ઉપપાતાઃ જન્મ ૨-૩ર શબ્દાર્થ:- સંમૂઈન = ગર્ભથી જન્મ નથી પરંતુ તે સ્થાનનું પુદ્ગલ દ્રવ્ય આપમેળે શરીર રૂપે પરિણમે, ગર્ભ સ્ત્રી-પુરુષના સંયોગથી ઉત્પન્ન થાય તે, ઉપપાત = ઉત્પત્તિ સ્થાનમાં રહેલા વૈક્રિય પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ જેમ કે દેવ, નારક.
સૂત્રાર્થ :- સમૂછન, ગર્ભ અને ઉપપાત એમ જન્મ ત્રણ પ્રકારે છે.
ભાવાર્થ :- પૂર્વભવ પૂર્ણ થતાં જ સંસારી જીવને નવો ભવ ધારણ કરવા માટે જન્મ લેવો પડે છે. તે જન્મના સ્થાનની અપેક્ષાએ ત્રણ ભેદો છે. (૧) સમૂઈન જન્મ (૨) ગર્ભજ જન્મ અને (૩) ઉપપાત જન્મ.
સર્વપ્રાણીઓનો જન્મ આ ત્રણમાંથી કોઈપણ એક રીતે થાય છે. (૧) સંમેઈન :- જે જન્મમાં સ્ત્રી-પુરૂષના સંબંધ વિના, અમુક વાતાવરણને કારણે
ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થતાં જીવ ઉત્પન્ન થાય તે સંમૂન કહેવાય. જેમ કે દીવાની નજીક ઉત્પન્ન થતા ફૂદા (ઉડતા જીવો) ગર્ભજ :- સ્ત્રી-પુરૂષના સંબંધથી (રૂધિર અને શુક્રના મિશ્રણથી) જીવનો જન્મ
થાય તે ગર્ભજ કહેવાય. (૩) ઉપપાત :- ઉત્પત્તિ સ્થાનમાં રહેલા વૈક્રિયપુદ્ગલોનું સર્વ પ્રથમ ગ્રહણ તે
ઉપપાતજન્મ. સંસારિક સંબંધ કારણ નથી. દેવો ફૂલની શય્યામાં અને નારકો કુંભમાં જે રીતે જન્મે તે ઉપપાતજન્મ કહેવાય.