________________
હૈં જે રૂપ વિભુવરે ઘરણીપે, પાયાં પ્રીતિ-અમૃતો લૂછી અશ્રુ-ય નિજ પાલવ થકી, છાયા દીઘી નેહની જેની ફોરમ નિત્ય ચિત્ત ભરતી, ગૃહે છવાતી રહી મોંઘા ‘પલ્લવી’ માતૃભાવ દ્વયનું, કુર્યાત્ સદા મંગલમ્ ॥૪॥ હૈયા હેતથી અંગુલિ પકડીને, પાઠો ભણાયા ખરા જેને કાજ વહાલી ‘ડિમ્પલ’ બની, આંખોની કીકી સમી પિતા પ્રેમલ ને રૂખા જીવનમાં, સન્માર્ગ સાથી રૂડા પિતા ‘દિલીપભાઈ’ ડિમ્પલતણું, કુર્યાત્ સદા મંગલમ્ પા ખેલતાં હરખે વીતી પલકમાં, મીઠી પળો શૈશવે જેના આગમને પ્રકાશ પ્રસરે, હૈયા તણા મંડપે એવાં સ્નેહી ‘અરુણ’· ને ‘રજનિકા’, કાકા અને કાકીઓ ‘નૈના-હર્ષદ’, દીપ્તિ ને જનકનું, કુર્યાત્ સદા મંગલમ્ ॥૬॥ થાતાં મિત્ર ખરાં ઘડીક રમતે, કિટ્ટા થતી સ્હેજમાં બુચ્ચા કરી લઈ ફરી રમતમાં, જોડાઈ જાતાં બધાં દીપુ-પાયલ ને રસેલ સહ આ, મોના અને આશના પ્રાર્થે નિત્ય વિભુવો યુગલનું, કુર્યાત્ સદા મંગલમ્ IIછાા ‘તારે કાજ સદા હજો જીવનમાં, છાયા રૂડી સ્નેહની પુષ્પા માતૃરેથી નિત્ય વહેશે, વાત્સલ્યગંગા ખરી પિતા ‘પંકજ’ ને સદા ખીલવજે, ‘ભક્તિ’ ‘દીપિકા’ બની પ્રાર્થે ‘રાજમણિ’ પ્રભુ યુગલનું, કુર્યાત્ સદા મંગલમ્ ॥૮॥