________________
જ લાગુ પડે છે. માટે જીવદયામાં માનનારી વ્યક્તિ રેસ્ટોરન્ટ, લારી, પેક ફડ વગેરેથી દૂર રહે તો જ તે વેજીટેરિયન રહી શકે. ભોજન સાથે જ્યારે ધંધો જોડાય છે ત્યારે વાસી, સડેલું, ગંદામાં ગંદું ભોજન પણ કોઈ ફેંકી દેતું નથી, પણ એને શણગારીને ઘરાકને પધરાવી દેવામાં આવે છે. બાકીનું કામ રાતનો સમય પૂરું કરી દે છે. જીવદયામાં ન માનનાર પણ પોતાની જાતની દયામાં તો માનતા જ હોય છે. માટે સારી હેલ્થ જોઈતી હોય, તેણે દિવસે ઘરે કાળજીપૂર્વક બનાવેલું તાજું ભોજન લેવું- એ જ એક વિકલ્પ અપનાવવાનો રહે છે. આપણે ત્યાં કહેવત પણ છે
તાજુ ખાય, વખતસર સૂવે, એનો રોગ, ધ્રુસકે રુવે.
બહારનું ખાનારા તાજુ ખાઈ શકતાં નથી અને રાત્રિભોજન કરનારા વખતસર સૂઈ શકતા નથી. માટે ઘરે જ + દિવસે જ ← આ બે વસ્તુ જરૂરી બની જાય છે.
* જીવનષ્ટિ અને રાત્રિભોજન :
જીવન ટકે એ માટે ખાવાનું છે. પણ ખાવા માટે જીવવાનું નથી. જીવનનું લક્ષ્ય ‘ખાવું’ એ નથી. ભોજન તો ઘણી તુચ્છ વસ્તુ છે. તે માત્ર એક સપોર્ટર છે, ટેકો છે. તેના સપોર્ટથી આપણે જીવનના ઉચ્ચ લક્ષ્યને પામવા માટે પ્રયાસ કરવો જોઈએ. જે આરોગ્યને હાનિકારક છે એ ખોરાક લેવો, એ તો ટેકાને બોજો બનાવી દેવાની ચેષ્ટા છે. એનાથી આપણે ઊંચે ચડવાને બદલે નીચે પડી જઈશું. પશુઓ માત્ર ભોજનના જ લક્ષ્યથી તેમની મોટા ભાગની જિંદગી પસાર કરતાં હોય છે. આપણે તેમના જેવા નથી. તેમના જેવા થવા જેવું પણ નથી.
* પાચનતંત્ર અને રાત્રિભોજન :
રાતે જમનાર વ્યક્તિ દિવસમાં પણ ૨/૩/૪ વાર તો ખાતી જ હોય છે. જેમ દિવસે કામ કર્યા બાદ રાતે આપણા શરીરને આરામ જોઈતો હોય છે. તે જ રીતે આપણા પાચનતંત્રને પણ આખો દિવસ કામ કર્યા બાદ
રાતે ખાતાં પહેલાં
૧૪