________________
* મહાભારત અને રાત્રિભોજન :
मद्यमांसाशनं रात्रौ, भोजनं कन्दभक्षणम् । ये कुर्वन्ति वृथास्तेषां, तीर्थयात्रा जपस्तपः ॥
જેઓ દારૂ પીવે છે, માંસ કે કંદમૂળ ખાય છે, અથવા રાત્રિભોજન કરે છે, તેમની તીર્થયાત્રા, તપ અને જપ નિષ્ફળ થાય છે.
रक्तीभवन्ति तोयानि अन्नानि पिशितान्यपि । रात्रौ भोजनसक्तस्य ग्रासे तन् मांसभक्षणम् ॥
રાતે પાણી લોહી બની જાય છે અને અન્ન માંસ બની જાય છે. માટે રાત્રે ભોજન કરવું તે માંસ ખાવા સમાન છે. * રામાયણ અને રાત્રિભોજન :
વનવાસ દરમિયાન શ્રીરામ, શ્રીલક્ષ્મણ અને સીતાજી દક્ષિણાપથ તરફ જઈ રહ્યા હતાં. વચ્ચે કુબેરનગર આવ્યું. ત્યાં મહીધર રાજાની પુત્રી વનમાલા સાથે લક્ષ્મણજીએ લગ્ન કર્યા. હવે તેઓ આગળ પ્રયાણ કરવાના હતા. વનમાલાને ચિંતા થઈ, જો તેઓ મને લેવા નહીં આવે તો ? લક્ષ્મણજીએ તેને વચન આપ્યું. હું જરૂર પાછો આવીશ. જો પાછો ન આવું તો મને હત્યારાની ગતિ મળજો. (નિર્દોષને મારી નાખનાર જે ગતિમાં જાય, તે ગતિ મને મળજો) બસ ?' વનમાલા ના પાડે છે. લક્ષ્મણજી હવે બીજા શપથ લે છે, “ન આવું તો મને ચોરની ગતિ મળજો. હવે સંતોષ ?” વનમાલા ચૂપ છે. લક્ષ્મણજી કહે છે, “તો હવે તું જ કહે, હું કેવી શપથ લઉં ?' વનમાલા કોમળ સ્વરથી કહે છે, “જો આપ પાછા ન આવો, તો રાત્રિભોજન કરનાર જે ગતિમાં જાય, તે ગતિ આપની હો, એવી શપથ લો, તો જ મને સંતોષ થશે.”
श्रूयते हान्यशपथान्, अनादृत्यैव लक्ष्मणः । निशाभोजनशपथं, कारितो वनमालया ॥
- રાતે ખાતાં પહેલાં