________________
( શાન્તિ કળશ વિધાન ) કુંડીની અંદર કેસરનો સાથિયો કરી સોપારી, રૂપાનાણું, ચોખા અને ફુલ પધરાવવા. શાંતિકળશ કરનાર વ્યક્તિને (ભગવંતને પડદો કરીને) કંકુ વડે તિલક કરવું - ચોખા ચોંટાડવા. ફૂલની માળા હોય તો તે પણ પહેરાવવી. પછી વધાવવા માટે ચોખા હાથમાં આપવા અને શાંતિકળશ કરનાર વ્યક્તિ ભગવંતને ચોખાથી વધાવે. પછી તે વ્યક્તિની હથેળીમાં કેસર વડે સાથીયો કરવો. ચોખા પધરાવવા. પછી કળશને નાડાછડી બાંધી, વણજળ ભરી, કેસરનો સાથીયો કરીને તે કળશ, શાંતિકળશ કરનાર વ્યક્તિના હાથમાં પધરાવવો. પછી ધાર અખંડપણે ચાલુ કરવી. મુખ્ય કળશમાંથી કુંડીમાં પડતું પાણી ડાભધરોને અડીને કુંડમાં પડે એમ કરવું સવિશેષ લાભદાયક છે. સૌથી પહેલાં ત્રણ નવકાર બોલવા.
ત્યારબાદ ઉવસગ્ગહર અને મોટી શાન્તિ બોલવા પૂર્વક અખંડ જળધારાએ શાંતિકળશ કરવો. શાંતિકળશમાં સ્નાત્રનું અભિષેક જળ ઉપયોગમાં લેવું.
નમો અરિહંતાણ // ૧ // નમો સિદ્ધાણં // ૨ // નમો આયરિયાણં || ૩ || નમો ઉવજઝાયાણં | ૪ || નમો લોએ સવ્વ-સાહૂણં // ૫ // એસો પંચ નમુક્કારો // ૬ // સવ-પાવપ્પણાસણો || ૭ | મંગલાણં ચ સવ્વસિં | ૮ || પઢમં હવઈ મંગલ // ૯ //
-: શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર :ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મુ-ઘણ મુક્ક | વિસહર વિસ નિગ્લાસ, મંગલ કલ્યાણ આવાસ / ૧ // વિસર ફુલિંગ માં, કંઠે ધારે) જો સયા મણુઓ / તસ્ય ગહ રોગ મારી, દુક જરા જંતિ ઉવસામ // ૨ // ચિઢઉ દૂરે મતો, તુઝ પણામો વિ બહુ ફલો હોઈ ! નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુખ-દોગચ્ચે // ૩ //
શ્રી અઢાર અભિષેક વિધાન
(૫૩)
શિલ્પ-વિધિ