________________
( ૧૨. ગંધ સ્નાત્ર ) આ અભિષેકમાં ઉપયોગમાં લેવાની સુગંધી વસ્તુઓ પ્રતિષ્ઠાકલ્પની પ્રતિઓમાં આ પ્રમાણે જોવાય છે: (૧) શિલાજીત (શિલારસ), (૨) ઉપલોટ (કઠ), (૩) કેસર, (૪) સુખડ, (૫) અગર, (૬) કપૂર, (૭) નખલા, (૮) મુરમાંસી, (૯) ગંધસાર, (૧૦) સામલોવાસ વગેરે. ઉપરોક્ત સુગંધી પદાર્થોના ચૂર્ણનો લેપ બનાવી જિનબિંબોને વિલેપન કરી થોડો સમય લેપ રાખવો જોઈએ. ત્યારબાદ એ જ ચૂર્ણ પાણીમાં મિશ્ર કરી
શ્લોક-મંત્ર બોલી અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : દુનિયાના સર્વોત્કૃષ્ટ સુગંધી દ્રવ્યોથી કરાતા આ અભિષેક વેળાએ જો હૃદયે દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધાદિ ભાવોની દુર્ગધ ઊભી રહે તો પણ પ્રભુની ભાવ આશાતના થાય. સર્વજીવમૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યચ્ચ - આ ભાવનાઓના ઉદ્યાનમાં સર્વદા મન રમતું રહી સહજાનંદી - સહસુગંધી બની રહે એવા આત્મશિલ્પના ઘડતર માટે સુગન્ધિદ્રવ્યયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
गन्धाङ्गस्नानिकया सम्मृष्टं तदुदकस्य धाराभिः ।
स्नपयामि जैनबिम्बं', कौघोच्छित्तये शिवदम् ॥ ૨ : PB - બિનવિવું અર્થ : સ્નાનમાં ઉપયુક્ત ચંદનાદિ સુગંધી પદાર્થો વડે સમ્યક રીતે મર્દન કરાયેલા, કલ્યાણને દેનારા એવા જિનેશ્વરના બિંબને કર્મસમૂહના ઉચ્છેદ માટે તે જ સુગંધી પદાર્થો યુક્ત જળની ધારાઓ વડે હું સ્નાન કરાવું છું. મંત્ર : ૐ દૂ ર દૂરૅ ટૂઃ પરમાર્હતે પરમેશ્વરાય પુષ્યદ્વિ- શ્ર
गंधचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક - લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
(અભિષેક સંબંધિત ભાવવાહી સ્તુતિઓઃ . ૧૨૬-૧૨૮) શ્રી અઢાર અભિષેક વિધાન
(૩૩)
શિલ્પ-વિધિ