________________
૬. સૌષધિચૂર્ણ સ્નાત્ર
સદૌષધિથી કરવાના આ સ્નાત્રમાં નીચે પ્રમાણેની ઔષધિઓ પ્રાચીન પ્રતિષ્ઠાકલ્પની હસ્તપ્રતોમાં આપેલ છે. (૧) સહદેવી, (૨) સતાવરી, (૩) બલા, (૪) કુમારી, (૫) પીઠવની, (૬) શાલવણી, (૭) વડીરીંગણી, (૮) લહુરીંગણી, (૯) ગુહાસિંહી, (૧૦) વ્યાઘ્રી.
આ ઔષધિઓના ચૂર્ણને પાણીમાં પલાળી લેપ બનાવી સૌ પ્રથમ જિનબિંબને વિલેપન કરવું જોઈએ. તથા આ અવસ્થામાં થોડા સમય રાખવા. બાદ શ્લોક મંત્ર બોલીને આ જ ઔષધિઓના ચૂર્ણથી મિશ્રિત જળ વડે અભિષેક કરવો જોઈએ.
ભાવશિલ્પ : આત્માને અનાદિથી કર્મમહારોગ લાગ્યો છે. મોહોદય, અંતરાય, અજ્ઞાન, આર્તધ્યાનાદિ તેના લક્ષણ-ચિહ્ન (સીટોમ્સ) છે. અણસમજને કારણે રોગનિવારણના બધા ઉપાયો, અપાયરૂપે જ પરિણમ્યા, અને રોગ ઘટવાને બદલે વધ્યો છે. અનંતપુણ્યરાશિના ઉદયે નિશાસન રૂપી સૌષધિ હાથ લાગી છે, જેના સેવનથી રોગિષ્ઠ આત્મશિલ્પનો પૂર્ણત: કાયાકલ્પ થાય એવી પ્રબળ ઉત્કંઠાથી સૌષધિચૂર્ણયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय - सर्वसाधुभ्यः ॥
सहदेव्यादिसदौषधि-वर्गेणोर्द्वर्तितस्य बिम्बस्य । तन्मिश्रं बिम्बोपरि, पतज्जलं हरतु दुरितानि ॥
? : s - વર્ષોનોવ્રુત્યં તસ્ય
અર્થ : સહદેવી આદિ સદૌષધિ-ચૂર્ણથી મિશ્રિત એવું (જિન) બિંબ ઉપર પડતું જળ, સહદેવી આદિ સદૌષધિઓના સમૂહ (ના ચૂર્ણ)થી ઉર્તિત એવા બિંબના દુરિતો અપાયોને હરો = દૂર કરો. (અથવા) ૦ સહદેવ્યાદિ ઔષધિસમૂહથી ઉદ્ધર્તિત એવું બિંબ હોતે છતે, બિંબ ઉપર પડતું તે ઔષધિમિશ્રજળ ભવ્યોના પાપોને હણો.
શિલ્પ-વિધિ
=
મંત્ર : ૩ ા ા ા દૂ: પરમાદંતે પરમેશ્વરાય વધપુષ્પાવિ-સન્મિત્રसहदेव्यादि - सदौषधि - संयुतजलेन स्नपयामि स्वाहा ॥
મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક ♦ મસ્તકે પુષ્પારોપણ ♦ ધૂપ ઉખવવો (કરવો). (અભિષેક ભક્તિગીત નં. ૧૧ : પૃ. ૧૩૩)
(૨૪)
હેમકલિકા - ૧