________________
(દોહા)
ન્હવણકાળે ન્હવણકાળે દેવદાણવ સમુચ્ચિય,
કુસુમાંજલિ તહિં સંઠવિય, પસદંત દિસિ પરિમલ સુગંધિય,
જિણ પયકમલે નિવડેઈ, વિશ્વહર જસ નામ મંતો,
અનંત ચઉવીસ જિન, વાસવ મલિય અશેષ,
સા કુસુમાંજલિ સહકરો, ચઉવિહ સંઘ વિશેષ ... ।। ૧૩ ।। (કુસુમાંજલિ ઢાળ)
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું, કુસુમાંજલિ મેલો ચોવીસ જિલંદા... ॥ ૧૪ || (દોહા)
મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીસ,
ભક્તિ ભરે તે પૂજીયા, કરો સંઘ સુજગીશ... || ૧૫ || (કુસુમાંજલિ ઢાળ)
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્યઃ
અપચ્છરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા, કુસુમાંજલિ મેલો સર્વ જિણંદા... | ૧૬ ॥
(કુસુમાંજલિ કર્યા પછી સ્નાત્રપૂજા કરનારે નીચે પ્રમાણેના પ્રદક્ષિણાના ત્રણ દુહા બોલવા.) પ્રત્યેક દુહો બોલતા સિંહાસનની પ્રદક્ષિણા કરી પ્રભુ સન્મુખ ખમાસમણ દેવા.
(પ્રદક્ષિણાના દુહા)
કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર,
તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર ॥ ૧ ॥ ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય, જ્ઞાન-દર્શન-ચારિત્ર રુપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય ॥ ૨ ॥
(c)
શિલ્પ-વિધિ
હેમકલિકા - ૧