________________
( અભિષેક સાવધાની) અભિષેકનું પાણી પડતું હોય ત્યાં કુંડીઓ રાખવી. ભગવાનની પાછળ ચંદરવો હોય તો ઉંચો કરી લેવો. અભિષેકના પાણીની કુંડી ભરાઈ જાય તેનું ધ્યાન રાખીને પૂજારી પાસે ખાલી કરાવવી. વિલેપન (માર્જન) કરવાના અગિયાર અભિષેકમાં તેની પહેલાનો અભિષેક પૂર્ણ થતાં તુરંત વિલેપન પહોંચાડવું. પાંચમાં, દશમાં તથા પંદરમાં અભિષેકે કેસર અને પુષ્પો મોકલવા. અઢારમા અભિષેક તરીકે પુષ્પો મોકલવાનો ઉપયોગ રાખવો. અઢારમાં અભિષેક બાદ શુદ્ધ પાણી મોકલાવવું. ત્યારબાદ અંગભૂંછણા, પાટલૂંછણા, કેસર તથા પુષ્પો મોકલાવવા.
( અભિષેક પૂર્વસમજ) આ ઔષધિઓ અગાઉથી પલાળી દેવી જોઈએ તથા (૧) કષાયચૂર્ણ, (૨) મંગલમૃત્તિકા, (૩) સદૌષધિ, (૪) મૂલિકાવર્ગ, (૫) પ્રથમાષ્ટકવર્ગ, (૬) દ્વિતીયાષ્ટકવર્ગ, (૭) સર્વોષધિ, (૮) ગંધચૂર્ણ અને (૯) વાસચૂર્ણ - આ નવ અભિષેકોમાં જે તે સ્નાત્ર ઔષધિ વડે પ્રભુને અભિષેક પૂર્વે વિલેપન (માર્જન) કરવાનું હોઈ, તેના લેપ પણ તૈયાર કરી રાખવા જોઈએ તથા ચંદનરસ અને કેશરનો ઘોળ વિલેપન માટે તૈયાર કરાવી રાખવા. વિલેપન કરવાના સ્નાત્રોમાં તેની પહેલાનો અભિષેક-તિલકાદિ પૂર્ણ થયા બાદ તુર્ત વિલેપન કરી લેવું જોઈએ. તથા એ વિલેપન થોડા સમય રહે એમ કરવું ઉચિત છે. પ્રત્યેક અભિષેકમાં નમોડહંત) કહી શ્લોક બોલી તેનો અર્થ સમજાવવો હોય તો સમજાવી શકાય. પછી મંત્ર બોલીને ર૭ ડંકાની પૂર્ણ થાળી વાગે એટલે પરમાત્માનો મસ્તિષ્ક ઉપરથી અભિષેક કરવો. તથા કળશમાં લીધેલ જે તે
શિલ્પ-વિધિ
(૪)
હેમકલિકા - ૧