________________
( અભિષેક પૂર્વતૈયારી ) (૧) પ્રભુજીની ડાબી બાજુ દશાંગાદિ શુદ્ધ ધૂપ અને જમણી બાજુ ગાયના શુદ્ધ ઘીનો
દીપક સમગ્ર વિધાન દરમ્યાન અખંડ ચાલુ રહે તેમ વ્યવસ્થા કરવી. (૨) એક થાળીમાં આરતી, મંગળદીવો, નાની વાટકીમાં કપૂર અને ધૂપ રાખવા. ચંદ્ર
અને સૂર્યના સ્વપ્ન વરખ લગાડીને રાખવા તથા દર્પણ (અરીસો) તૈયાર રાખવો. (૩) વિધિકારક જયાં બેસવાના હોય ત્યાંથી થોડે દૂર બે પિત્તળની પવાલીમાં ગળીને
પાણી ભરાવવું. તેમાં વાસક્ષેપ, કેસર, અત્તર વગેરે તથા ગુલાબજળ ગળીને નાખવું. શક્ય હોય તો વાળો પાવડર, કેસુડાના ફૂલ તથા અન્ય સુગંધી ઉત્તમ
દ્રવ્યો પણ નાખવા. બાજુમાં બે ખાલી ડોલ રાખવી. (૪) એક મોટી થાળીમાં અઢાર અભિષેકની વસ્તુઓ ક્રમસર ગોઠવવી. (૫) એક કુંડીમાં પંચામૃત (ગાયના દૂધ, દહીં, ઘી, શેરડીનો રસ (અથવા સાકર) અને
પાણી) અલગથી તૈયાર કરવું. (૬) જેટલા ભગવાન હોય તે પ્રમાણે થાળી તૈયાર કરવી, જેમાં કળશ, વાટકી ભરીને
કેસર તથા પુષ્પો રાખવા. (૭) એક બાજુ વધારાના પાંચ કળશ, વાટકીઓ રાખવી તથા ભગવાન પ્રમાણે ત્રણ
ત્રણ અંગભૂંછણા અને પાટલૂંછણા તૈયાર રાખવા. (૮) પૂજારી પાસે જરૂરિયાત અનુસાર કેસર અને ચંદન ઘસાવવું. (૯) વિધિકારકના સ્થાને એક થાળીમાં વાસક્ષેપ, અત્તરની શીશી તથા કપૂર રાખવું. (૧૦) ગાયના ઘી, દહીં, સફેદ (પીળા) સરસવ, અક્ષત (ચોખા) અને સમૂલો ડાભ,
આ પાંચેય દ્રવ્યોના અર્થ પાત્ર તૈયાર કરાવી રાખવા તથા તે માટે સોનાની થાળી
અથવા તો સોનાની વાટકી અને ચાંદીની થાળીની વ્યવસ્થા કરાવી રાખવી. (૧૧) આવા પવિત્ર વિધાનોમાં પ્લાસ્ટીક કે સ્ટીલ જેવી હલકી ધાતુઓની વસ્તુઓ વાપરવી
યોગ્ય નથી. શક્ય હોય તો જર્મન-સીલ્વરની વસ્તુઓનો પણ ઉપયોગ ટાળવો. પિત્તળ કે તાંબાના જ ઉપકરણો વાપરવાનો આગ્રહ રાખવો.
શિલ્પ-વિધિ
(૨)
હેમકલિકા - ૧