________________
હe.
अक्षरमाळा. જીવન જાણે પ્રભુનું રૂપ, વારંવાર પડે ભવપ. અજાણપણથી એ બંધાય, જાણે પ્રભુને મુકિત થાય; પરબ્રહ્મ પરમાત્મા રામ, ઈશ્વર ભગવત એવાં નામ. બહુ ગુણવતે દેવ સદાય, માટે બહુ નામી કહેવાય; ગુણ ઉપરથી પાડ્યાં નામ, ગ્રંથકારનું એ છે કામ. ૨૮ વિધિ હરિહર ગણનાયક એહ, શક્તિ સૂર્યાદિક છે જેહ; તેઓમાં ઈશ્વરતા રહી, તે સહુ પરમેશ્વરની કહી. ૨૯
સર સરિતા સાગર જળ જેમ, જાણે મેઘતણું સહુ તેમ; તેણે સર્વ દેવ પૂજાય, નિજ ભક્તને થાય સહાય. ૩૦ પ્રભુ છે દેવતણે અધિદેવ, માટે તેની કરવી સેવ; સેવે તે સાચે છે સંત, છેટમ આરાધે ભગવંત.
૩૧
૨
ઠઠા તે નર નક્કી કરે, જે પરબ્રહ્મ ઉપાસના કરે; સૂછીનાં કરવાને કાજ, જન પૂજા લેવા જગરાજ. નિરાકાર બનિયે સાકાર, પંચદેવ રૂપે નિર્ધાર; સ્થળ બુદ્ધિવાળા જન જેહ, પ્રભુ સાકાર ઉપાસે તેહ. પરમકૃપાળ વ્યાસ મુનિ જાણું, પંચ દેવનાં કર્યા પુરાણું; નિરાકાર વર્ણને એક, દેખાડા સાકાર વિવેક. નિરાકાર પ્રભુ છે સુખ ધામ, પંચ તેહનાં પાડ્યાં નામ; શિવ શક્તિ વિષ્ણુ ગણરાય, ભાનૂ નામે બ્રહ્મ ગણાય. નામો કારણ કેશ એહ, ભિન્ન નિરૂપણ તેના દેહ; એક તણ કયા આકાર, નિરાકાર સા કર્તાર.
૧ સરોવર. ૨ નદી,
Scanned by CamScanner