________________
નિવેદન. સ્વર્ગસ્થ કવિ છોટાલાલ કાળીદાસ ઉર્ફે છોટમ કવિ. એમનું નામ હેમનાં બનાવેલાં અનેક પદોના સંગ્રહરૂપ “છોટમકૃત કીર્તનમાળા નામે પુસ્તકથી પ્રસિદ્ધ છે. આ પુસ્તક પણ હેમનું રચેલું છે. અને તે ચાળીસ વર્ષ પર સં. ૧૮૨૭ ના અષાઢ માસમાં, તેમના ભાઇશ્રી વજાચાર્યે નાગરી લીપીમાં મુંબઈના ગણપત કૃષ્ણાજીના શપખાનામાં છપાવી રૂ. ૧) ની કિંમતે પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તક હેમણે સ્વ. ન. સર મંગળદાસ નથુભાઈને અર્પણ કર્યું હતું.
આ પુસ્તકમાં આવેલા ધાર્મિક વિચારોની ઉત્તમતા સ્પષ્ટ જ છે.
ગયા શિયાળામાં આ પુસ્તક વડોદરામાં સંતરામના મંદિરના મહંત શ્રી માધવદાસજી–મહારાજ પાસે જોવામાં આવતાં તે ઉપયોગી જણાવાથી, તેમજ હાલ તે મળી શકતું પણ ન હોવાથી વિવિધ ગ્રંથમાળાના પ્રથમ વર્ષના છેલ્લા મણકા તરીકે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકની પ્રત ઉક્ત મહંતજીએ છપાવવા સારૂ આપવા બદલ હેમને ઉપકાર માનવામાં આવે છે. તે
જોઈયે તે સમયે ચાલુ જતના કાગળો ન મળી શકવાથી આ મણકા માટે બીજી જાતના કાગળોની પસંદગી કરવા જરૂર પડી હતી, અને ચાલુ કરતાં ડબલ કિંમતના કાગળ થેલ પડતા સહજ વધુ કિંમતે મળી આવવાથી, આ પુસ્તક તેનાપરજ છપાવવામાં આવ્યું છે. વાંચનારાઓને કોગળા સંબંધી આ લાભ અનાયાસે જ્યારે પણ આપવા બને તેમ હશે ત્યારે અપાશેજ.'
વિવિધ ગ્રંથમાળાની પ્રથમ વર્ષની તથા બીજા વર્ષની હકીકત હવે પછી નિવેદન કરાય છે તે તરફ દરેક વાચકનું ખાસ ધ્યાન ખેંચી સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વેશ્વરના સ્મરણપૂર્વક જ શાન્તિઃ શાન્તિઃ શાંતિઃ મુંબઈ શરદપૂણીમા
અખંડાન : * વત ૧૯૬૭, મંત્રી’ સર સારા વ૦ કાર્યાલય.
Scanned by CamScanner