________________
શક્તિમાં, નવિન યોજનાઓ સત્વર અમલમાં મૂકવામાં, અને વ્યવસ્થામાં વિશેષતા અને સુગમતાજ થાય તેમ છે. એમાં કાંઈ નવું કહેવાનું નથી.
વિશેષ હમજુ પુરૂષોજ આમ સ્વઈચ્છાએ સહાય કરવા નીકળી આવે તેમ છે, અને તેના થોડાજ હોય છે, પરંતુ જનસમાજનું પ્રારબ્ધ અને સ્વઉપાધિના હિતને અનુસરીને સર્વેશ્વર રાખે તેમ રહેવા ઇચ્છનાર આ લખનારના મનરૂપી વિદ્યાર્થિ બાળકને એ વાતની શી ચિંતા ?
મંત્રી
વિવિધ ગ્રંથમાળાનું પ્રથમ વર્ષ..
-
સર્વેશ્વરની કૃપાથી આ બારમા મણકાની સાથે વિવિધ ગ્રંથમાળા નું પહેલું (સંવત ૧૮૬૭ નું) વર્ષ ભવિષ્યનાં શુભ ચિન્હો સાથે સમાપ્ત થાય છે. હવે પછીના તેરમા મણકાથી હેને બીજા વર્ષમાં પ્રવેશ થશે. - આ વર્ષમાં નીકળેલાં પુસ્તકની પ્રાપ્ત સાધનેને અનુસરીને યથા
મતિ કરાયેલી પસંદગીને ગુણગ્રાહી વાંચક બંધુઓએ સંતોષકારક માની છે. દિવસે દિવસે પસંદગીના ક્ષેત્રમાં અને અન્ય સંયોગમાં થવા માંડેલી વૃદ્ધિને લીધે આવતાં વર્ષોનાં પુસ્તકોની પસંદગી, છપાઈ સંશદ્ધિ ઈવે બાબતોમાં વિશેષતા આવવી સંભવિત છે. તે તે ચાલુ વર્ષમાં પુસ્તકો રવાના કરવામાં કઈ કઈ વખતે નિય. મિત સમય કરતાં મોડું થયું છે, અને કેઈક વખત અગાઉથી આપેલો ટીલનો સમય પણ સચવાઈ શક્યો નથી. જે સમાજમાં નિયમ
Scanned by CamScanner